-લોકસભાની કાર્યક્ષમતા માત્ર 19 ટકા અને રાજ્યસભાની 39 ટકા રહી હતી
-અંતિમ દિવસે લોકસભા એક મિનિટ, રાજ્યસભા એક કલાક ચાલી, કુલ 11 નવા ખરડા પસાર
નવી દિલ્હી, તા. 13 ઃ સંસદનું ચોમાસું સત્ર હંગામા અને આરોપ-પ્રત્યારોપ વચ્ચે સમાપ્ત થયું, તો બીજી તરફ કર્ણાટકમાં કાવેરી જળ વિવાદ, તેલંગણામાં મતદાર યાદી સુધારણા, પશ્ચિમ બંગાળમાં ઓબીસી અનામત અને કેરળના નામ અંગે રાજકીય ચર્ચાઓ જેવા મુદ્દાઓ છવાયેલા રહ્યાં. અલગ-અલગ રાજ્યોના આ મુદ્દાઓ ભલે સ્થાનિક હોય, પરંતુ આ મુદ્દાઓના કેન્દ્રમાં સત્તા, અધિકાર, ઓળખ અને સંબંધોનો એ જ મોટો સવાલ દેખાય છે.
સંસદનું ચોમાસું સત્ર ગુરુવારે બંને ગૃહ અચોક્કસ મુદત માટે સ્થગિત થવાની સાથે સમાપ્ત થઈ ગયું. સમગ્ર સત્ર દરમિયાન સરકાર અને વિપક્ષ વચ્ચેની તીખી બોલાચાલી અને વારંવાર પડેલી અડચણોએ સંસદીય કામગીરીને અસર કરી હતી. સંસદીય કાર્ય પ્રધાન કિરન રિજિજુના જણાવ્યા અનુસાર, લોકસભાની કાર્યક્ષમતા માત્ર 19 ટકા અને રાજ્યસભાની 39 ટકા રહી હતી.
વિપક્ષની દલીલ હતી કે મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય મુદ્દાઓ પર પૂરતી ચર્ચા થઈ શકી નથી.
બીજી તરફ, સરકારે ગૃહની કાર્યવાહીમાં અડચણ ઊભી કરવા માટે વિપક્ષ, ખાસ કરીને કૉંગ્રેસને જવાબદાર ઠેરવ્યા. રાજ્યસભાના સભાપતિ સી. પી. રાધાકૃષ્ણને પણ અડચણો અંગે ચિંતા વ્યક્ત કરતાં ગૃહની ગરિમા જાળવી રાખવાની અપીલ કરી. આ રીતે સત્રનો છેલ્લો દિવસ પણ એ જ રાજકીય ખેંચતાણનું પ્રતાબિંબ રહ્યો, જેણે શરૂઆતથી જ સંસદને ઘેરી રાખી હતી.
સંસદનું ચોમસું સત્ર ગુરુવારે 27 દિવસ
બાદ સમાપ્ત થતાં સંસદ અનિશ્ચતકાળ માટે સ્થગિત થઈ ગઈ હતી. અંતિમ દિવસે લોકસભાની કાર્યવાહી માત્ર એક મિનિટ અને રાજ્યસભાની કાર્યવાહી એક કલાક જેટલી ચાલી હતી.
લોકસભામાં 114 કલાકમાંથી
96 કલાક કામ વિના વેડફાયા હતા. ચોમાસું સત્રમાં લોકસભાની 19 બેઠકો
થઈ. એક દિવસમાં કાર્યવાહી કાર્યવાહી માટે કુલ્લ છ કલાકનો સમય હોય છે.
ચોમાસું સત્રમાં લોકસભામાં માત્ર 17 કલાક
અને 30 મિનિટ
જ કામ થઈ શકયું હતું. 202પનાં
ચોમાસું સત્રમાં લોકસભામાં માત્ર 37 કલાક
કામ થઈ શકયું હતું.
બીજી તરફ રાજ્યસભામાં 114 કલાકમાંથી
76 કલાક અને 30 મિનિટ
કામ વગર વેડફાઈ ગયા હતા. માત્ર 37 કલાક
અને 24 મિનિટ
કાર્યવાહી થઈ હતી.
ચોમાસું સત્રમાં કુલ્લ 12 નવા ખરડા રજૂ કરાયા હતા, જેમાંથી 11 વિધેયક
બન્ને ગૃહોમાં પસાર થયા હતા.
કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે, ચોમાસું સત્ર ચર્ચાની દૃષ્ટિએ સારુ નથી રહ્યું.
પહેલીવાર સંસદમાં એવું જોવા મળ્યું હતું કે, સરકાર ચર્ચા કરવા તૈયાર હતી, પરંતુ વિપક્ષી માત્ર આરોપો મુકીને ચર્ચા કરવાથી દૂર ભાગી રહ્યો હતો, તેવું તેમણે જણાવ્યું હતું.
દરમ્યાન, રાજ્યસભામાં આજે ચોમાસું સત્રના અંતિમ દિવસે એમએમડીઆર સુધારા વિધેયક પસાર થયો હતો.