• શુક્રવાર, 14 ઑગસ્ટ, 2026

અમરેલી : સોનું ગીરવે મૂકી ભાઈએ કર્યો વિશ્વાસઘાત

અમરેલી, તા.13: અમરેલી તાલુકાના લાઠી પંથકના જરખિયા ગામના મૂળ વતની અને હાલ મોરબીમાં રહેતા 55 વર્ષીય પ્રાગજીભાઈ મધુભાઈ બરવાળિયાએ પોતાના મોટાભાઈ શંભુભાઈ મધુભાઈ બરવાળિયા સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ પ્રાગજીભાઈએ પોતાના તથા પરિવારજનોના આશરે 40 તોલા સોનાના દાગીના ગોલ્ડ લોન મેળવવા માટે મોટાભાઈને વિશ્વાસે આપ્યા હતા. શંભુભાઈએ પોતાના 15થી 16 તોલા સોનાના દાગીના સાથે આ દાગીના યુકો બેંકની લાઠી શાખામાં પોતાના નામે ગીરવે મૂકી તા. 11 એપ્રિલ 2018ના રોજ રૂ. 8.60 લાખની ગોલ્ડ લોન મેળવી હતી. જેમાંથી પ્રાગજીભાઈ રૂ. 6 લાખ મોરબી ખાતેના ધંધા માટે લઈ ગયા હતા, જ્યારે રૂ. 2.60 લાખ શંભુભાઈએ પોતાના ધંધા માટે રાખ્યા હતા. બાદમાં શંભુભાઈએ માત્ર આશરે બે તોલાની સોનાની ચેન પરત કરી હતી. બાકીના આશરે 38 તોલા સોનાના દાગીના તથા તેનો હિસાબ વારંવાર માગવા છતાં પરત ન આપતા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક