સરકાર અને સંઘ ઉપર કોંગ્રેસ નેતાનાં પ્રહાર: તો સંઘનાં બચાવમાં પણ ઉતરીશ...
નવી
દિલ્હી, તા.13: રાજધાની દિલ્હીનાં કોન્સ્ટિટયુશન ક્લબમાં રચનાત્મક કોંગ્રેસનાં રાષ્ટ્રીય
અધિવેશનને સંબોધતા કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ આજે સરકાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક
સંઘ ઉપર હુમલો બોલાવ્યો હતો. રાહુલે જંતર-મંતર ઉપર છાત્રોનાં પ્રદર્શનથી લઈને પોતાની
પુત્રી માટે ન્યાય માગતી ઉત્તરાખંડની મહિલાનો ઉલ્લેખ કરીને સરકાર ઉપર લોકોનો અવાજ દબાવી
દેવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલે આગળ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે
રાતે ઉંઘી શકતા નથી. જ્યારે અમિત શાહ વિશે કહ્યું કે, ક્યારેક ચાણક્ય અને સરદાર પટેલ
સાથે સરખામણીનાં પ્રયાસ થયા હતાં પણ હવે તે સંસદમાં પણ આવી શકતા નથી.
મીડિયા
સાથે મોદીનાં સંવદા સામે પણ રાહુલે સવાલ ઉઠાવ્યા હતાં અને કહ્યું હતું કે, તેઓ શા માટે
પત્રકાર પરિષદ નથી કરતાં? રાહુલે આગળ કહ્યું હતું કે, જ્યાં સુધી મોદી અને શાહ રાજીનામા
નહીં આપે ત્યાં સુધી વિપક્ષ તેમને શાંતિથી જંપવા દેશે નહીં. પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી
પણ જાણવા મળી રહ્યું છે કે, ત્યાં આંતરિક અસંતોષ છે.
સંઘ
ઉપર પ્રહાર કરતાં રાહુલે કહ્યું હતું કે, તેની સાથે જોડાયેલા લોકોને ભારતનાં દર્શન
અને ઈતિહાસની સમજ નથી. ભારતને સમજવા માટે આજનાં વર્તમાન ભારતની અભિવ્યક્તિ સમજવી જરૂરી
છે.