• મંગળવાર, 14 મે, 2024

જેક્સની અમદાવાદમાં આતશબાજી : ગુજરાત સામે બેંગ્લુરુનો વિરાટ વિજય

વિલ જેક્સની 10 છક્કાથી અણનમ સદી : આખરી 50 રન માત્ર 10 દડામાં કરી રનનો ધોધ વહાવ્યો : કોહલીના 70*

RCBએ 201 રનનો વિજય લક્ષ્ય ફકત 1 વિકેટ ગુમાવી 16 ઓવરમાં પાર પાડયો

અમદાવાદ તા.28: ઇંગ્લેન્ડના સ્પિન ઓલરાઉન્ડર વિલ જેક્સની 10 છક્કાથી ઝંઝાવાતી સદીની મદદથી અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આઇપીએલના આજના પ્રથમ મેચમાં ગુજરાત ટાઈટન્સ વિરૂધ્ધ રોયલ ચેલેન્જર્સનો 9 વિકેટે વિરાટ વિજય થયો હતો. ગુજરાતના 3 વિકેટે 200 રનના જવાબમાં આરસીબીએ 24 દડા બાકી રાખીને ફકત એક વિકેટ ગુમાવીને 16 ઓવરમાં 206 રન કરી મહાજીત મેળવી હતી. વિલ જેકસ 16મી ઓવરના આખરી દડે વિનિંગ સિકસ ફટકારીને તેની સદી પૂરી કરી હતી. જેકસ ફકત 41 દડામાં પ ચોકકા અને 10 છકકા સાથે 100 રને નોટઆઉટ રહ્યો હતો. તેણે પોતાની અર્ધસદી 31 દડામાં પૂરી કરી હતી. આ પછીના પ0 રન તેણે માત્ર 10 દડામાં બનાવ્યા હતા.

આ દરમિયાન જેકસે 1પમી અને 16મી ઓવરમાં મોહિત-રાશિદની ધોલાઇ કરીને 29-29 રન ફટકારી રનનું રમખાણ સજર્યું હતું. આરસીબી તરફથી વિરાટ કોહલી 44 દડામાં 6 ચોકકા-3 છકકાથી 70 રને નોટઆઉટ રહ્યો હતો. આ બન્ને વચ્ચે બીજી વિકેટમાં 74 દડામાં 166 રનની તાબડતોબ અતૂટ ભાગીદારી થઇ હતી. આ દરમિયાન ગુજરાતના તમામ બોલરોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આરસીબીનો આઇપીએલમાં આ બીજો સૌથી વધુ સફળ રન ચેઝ છે. આ પહેલા 2010માં પંજાબ સામે 204  રનનો વિજય લક્ષ્ય પાર

પાડયો હતો.

આ પહેલા ટોસ હાર્યાં બાદ પહેલી બેટિંગ કરનાર ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 3 વિકેટે 200 રન કર્યાં હતા. જેમાં સાઇ સુદર્શનની 49 દડામાં 8 ચોકકા-4 છકકાથી 84 રનની અણનમ ઇનિંગ મુખ્ય હતી. મિલર પણ 26 રને નોટઆઉટ રહ્યો હતો. પીંચ હિટર શાહરૂખ ખાને 30 દડામાં 3 ચોકકા-પ છકકાથી ઝડપી પ8 રન કર્યાં હતા. કપ્તાન ગિલ 16 રનની સુસ્ત ઇનિંગ રમી આઉટ ગયો હતો. સાહા (પ)ની નિષ્ફળતા ચાલુ રહી હતી. સિરાજ, સ્વપ્નિલ અને મેકસવેલે 1-1 વિકેટ લીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

દુબઈ સ્થિત P.M. આંગડિયામાં કરોડોના કાળા નાણાના હવાલા પડયાનો ઘટસ્ફોટ CID ક્રાઈમના આંગડિયા પેઢી દરોડામાં May 14, Tue, 2024