• મંગળવાર, 14 મે, 2024

ઉબેર કપમાં ભારતીય મહિલા ટીમ કવાર્ટર ફાઇનલમાં

થોમસ કપમાં ચેમ્પિયન ભારતીય પુરુષ ટીમ થાઇલેન્ડ સામે હારી : આજે ઇંગ્લેન્ડ સામે ટક્કર

નવી દિલ્હી તા.28: ચીનમાં રમાઇ રહેલ ઉબેર કપમાં ભારતીય મહિલા બેડમિન્ટન ટીમ કવાર્ટર ફાઇનલમાં પહોંચી છે. આજે ભારતીય મહિલા ટીમે બે યુવા ખેલાડી ઇશારાની બરૂઆ અને અનમોલ ખરબના શાનદાર દેખાવથી સિંગાપોર ટીમને 4-1થી હાર આપી હતી. એશિયન ચેમ્પિયન ભારતે ગ્રુપ રાઉન્ડના પહેલા મેચમાં કેનેડાને 4-1થી પરાજીત કરી હતી. ભારતના ગ્રુપમાં મજબૂત ટીમ ચીન પણ સામેલ છે. ભારત-ચીન વચ્ચેની ટકકર મંગળવારે થશે. આ મુકાબલા પછી ગ્રુપની ટોચની ટીમ નિશ્ચિત બનશે. ઉબેર કપમાં ભારતીય મહિલા બેડમિન્ટન ટીમ 19પ7, 2014 અને 2016માં સેમિ ફાઇનલમાં પહોંચી હતી.

બીજી તરફ પુરુષ વિભાગની થોમસ કપ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન ભારતનો પ્રારંભ હાર સાથે થયો હતો. ગ્રુપ રાઉન્ડના પહેલા મુકાબલામાં ભારતીય પુરુષ ટીમ થાઇલેન્ડ વિરૂધ્ધ 1-4ના અંતરથી હારી હતી. આવતીકાલ સોમવારે ભારતીય પુરુષ ટીમ ઇંગ્લેન્ડ સામે ટકરાશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

દુબઈ સ્થિત P.M. આંગડિયામાં કરોડોના કાળા નાણાના હવાલા પડયાનો ઘટસ્ફોટ CID ક્રાઈમના આંગડિયા પેઢી દરોડામાં May 14, Tue, 2024