• મંગળવાર, 14 મે, 2024

આર્ચરી વર્લ્ડ કપ : રિકર્વ ઇવેન્ટમાં ભારતીય ટીમને ઐતિહાસિક ગોલ્ડ મેડલ ઓલિમ્પિક ચેમ્પિયન કોરિયન ટીમને હાર આપી સુવર્ણ ચંદ્રક કબજે કર્યોં

5 ગોલ્ડ મેડલ સાથે ભારતીય તિરંદાજોનો શાનદાર દેખાવ 

શાંઘાઇ, તા. 28:  ભારતીય પુરુષ તિરંદાજી ટીમે શાનદાર દેખાવ કરીને 14 વર્ષ બાદ આર્ચરી વર્લ્ડ કપમાં રિકર્વ ટીમ ઇવેન્ટમાં ઐતિહાસિક સુવર્ણ ચંદ્રક જીત્યો છે. ફાઇનલમાં ભારતીય ત્રિપુટી ધીરજ બોમ્મદેવરા, તરૂણદીપ રાય અને પ્રવીણ જાધવે ઉલટફેર કરીને ઓલિમ્પિક ચેમ્પિયન દ. કોરિયાની ટીમને હાર આપી હતી. આ ઇવેન્ટમાં છેલ્લે 2010માં રમાયેલા આર્ચરી વિશ્વ કપમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આજે રમાયેલ ફાઇનલમાં ભારતીય પુરુષ રિકર્વ ટીમનો દ. કોરિયા વિરૂધ્ધ પ-1 પોઇન્ટના અંતરથી જોરદાર વિજય થયો હતો. આર્ચરી વર્લ્ડ કપમાં ભારતીય ખેલાડીઓ પાંચ ગોલ્ડ મેડલ જીતી ચૂકયા છે.

આર્ચરી વર્લ્ડ કપમાં આજે ભારત તરફથી અંકિતા ભાકાત અને ધીરજ બોમ્મદેવારીની મિકસ જોડીએ મેકિસકોની જોડીને 6-0થી હાર આપી કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. જયારે માતા બન્યા બાદ દીપિકા કુમારી રજત ચંદ્રક જીતવામાં સફળ રહી હતી. અગાઉ ગઇકાલે ભારતીય ટીમે કમ્પાઉન્ડ આર્ચરી ઇવેન્ટમાં દબદબો બનાવી ઇટાલીને હાર આપી ગોલ્ડ મેડલ કબજે કર્યોં હતો. જયોતિ સુરેખા વેન્નમ, અદિતિ સ્વામી અને પરનીત કૌરની ભારતીય ત્રિપુટીએ ગોલ્ડ પર નિશાન સાધ્યું હતું. સુરેખા વેન્નમે કમ્પાઉન્ડની વ્યકિતગત સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જ વિભાગમાં ભારતની પુરુષ ટીમ પણ સુવર્ણ ચંદ્રકની હકદાર બની હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

દુબઈ સ્થિત P.M. આંગડિયામાં કરોડોના કાળા નાણાના હવાલા પડયાનો ઘટસ્ફોટ CID ક્રાઈમના આંગડિયા પેઢી દરોડામાં May 14, Tue, 2024