પ્રચંડ બ્લાસ્ટ બાદ આગ ભડકી : બ્લાસ્ટમાં ગોડાઉન
ધરાશાયી : શ્રમિકોનાં શરીરના ટુકડા થઇ ગયા : ફેકટરીના માલિકની ઈડરથી ધરપકડ
મૃત્યુઆંક
હજુ પણ વધવાની ભીતિ : પોલીસે બે લોકોની અટકાયત કરી
રાજકોટ,
અમદાવાદ, મોડાસા, તા.1: હચમચાવી મુકે તેવી એક ભયાનક દુર્ઘટના બનાસકાંઠાના ડીસામાં બની
છે. GIDCમાં ચાલતી
દીપક ટ્રેડર્સ નામની ફટાકડાની ફેક્ટરીમાં અચાનક બોઈલર ફાટ્યા પછી એવી આગ લાગી કે તેમાં
એક-બે નહીં પણ 21 જિંદગીઓ જીવતી હોમાઈ ગઈ. મૃતકો મધ્યપ્રદેશના શ્રમિકો હતા. આ કંપનીએ
લાયસન્સ માત્ર ફટાકડા સ્ટોર કરવાનું લીધું હતું પણ ગેરકાયદે ફટાકડાનું ઉત્પાદન ધમધમતું
હતું. આટલું જ નહીં સ્ટોરેજ માટેના લાયસન્સની તારીખ પણ પતી ગઈ હતી એટલે કે રિન્યુ થયું
જ ન હતું.
ગુજરાતમાં
ગેરકાયદે ચાલતી ફેક્ટરીઓ અને ફાયર NOC
વગર ધમધમતાં ઉદ્યોગો માટે જીવની જરા પણ કિંમત હોય તેમ લાગતું નથી. ડીસાની આ ઘટનાએ ફરી
એકવાર સાબિત કરી દીધું છે કે નતો ધંધાદારીને કંઈ પડી છે, નતો અધિકારીઓને પડી છે. માત્ર
ફટાકડાના વેચાણની આ ફેક્ટરીમાં ગેરકાયદે પ્રોડક્શન થતું હતું. આ જ ગેરકાયદે પ્રોડક્શનમાં
એક બ્લાસ્ટ થયો અને પછી જે થયું તેના માટે કોઈ શબ્દો નથી. વિસ્ફોટક પદાર્થમાં અચાનક
જ બ્લાસ્ટ થતા દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં આગ લાગી હતી. આગ ભભૂકી હતી. ધડાકો એટલો ભયંકર હતો કે આ ફેક્ટરીની
છત પણ ધરાશયી થઈ ગઈ હતી. જેના કારણે અંદર કામ કરતા મજૂરો અને તેના પરિવારો દટાઈ ગયા
હતા. આ ઘટનામાં હજુ પણ મૃત્યુઆંક વધવાની શકયતા સેવાઇ રહી છે તેમજ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં
સારવાર આપવામાં આવી રહી છે.
ઘટનાની
જાણકારી મળતા બનાસકાંઠા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી તેમજ મામલતદાર સહિત ફાયર ફાઈટર
વિભાગની ટીમો અને પોલીસ ફેક્ટરીમાં ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવની કામગીરી હાથ
ધરી છે, સમગ્ર ઘટનામાં હાલમાં મૃતદેહોને બહાર કાઢીને ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં
આવ્યા છે. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા હતા તેમજ ગોડાઉનનો
કાટમાળ હતો તે પણ 200 મીટર સુધી દૂર ફેંકાયો હતો. ડીસા ફટાકડા ફેક્ટરીના ગોડાઉનનો નફ્ફટ
માલિક ફરાર દીપક ખુબચંદને ઈડરથી પોલીસે પકડી લીધો હતો. આગ લાગ્યા બાદ તે ફરાર થઇ ગયો
હતો. ફટાકડાની ફેક્ટરી પર નિરીક્ષણમાં બેદરકારી દાખવનારો અધિકારી સામે તપાસ કરવાની
પણ માંગ ઉઠી છે.
બનાસકાંઠાનાં
કલેક્ટર મિહિર પટેલે નિવેદન આપ્યું હતું કે, દીપક ટ્રેડર્સ ફટાકડાનું કારખાનું ગેરકાયદેસર
હતું. તેમજ 2024માં સ્ટોરેજનું લાયસન્સ એક્સપાયર હતું. સ્ટોરેજનાં બદલે ગેરકાયદેસર
ફટાકડા બનાવાતા હતા. સ્લેબ ધરાશાયી થતા મજૂરો દટાઈ જતા મોત થયા હતા. મૃતકો મધ્યપ્રદેશનાં
હતા. તેમનાં પરિવારનો સંપર્ક કરવાનું ચાલું છે.
સાંસદ
ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, નિર્દોષ લોકોને શાંતિ મળે એવી પ્રાર્થના કરુ છું.
રાજકોટ પછીની આ બીજી ગોઝારી ઘટના બની છે. વહીવટી તંત્રની મોટી ચૂક છે. મંજૂરી આપતી
વખતે શું ધ્યાન રાખ્યું એ પણ તપાસનો વિષય છે. નિર્દોષ લોકોના મોત થયા છે એમના પરિવારજનોને
ન્યાય મળે એ માટે કાર્યવાહી કરવા ઉચ્ચ કમિટી બનાવવા માટે પણ હું રજૂઆત કરીશ.
કોંગ્રેસના
રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તાસિંહ ગોહિલે આ અંગે પ્રતિક્રિયા
આપી હતી. તેમણે કહ્યું હતું કે, અતિશય દુ:ખદ સમાચાર મળ્યા કે, બનાસકાંઠાના ડીસામાં
ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાના કારણે 21 વ્યક્તિઓના દુ:ખદ મૃત્યુ થયા. ગુજરાતમાં
વારંવાર આવી ઘટનાઓ બને છે. સુરતનું તક્ષશિલા હોય કે રાજકોટનો અગ્નિકાંડ હોય, કેટલાય
લોકોએ જીવ ગુમાવ્યા. તેમ છતાં સરકારને કોઈ ચિંતા જ નથી, એ વાતનું દુ:ખ.
મંત્રી
ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2024માં આ વેપારીના ફટાકડા રાખવા માટેના લાઇસન્સની
મુદત પૂર્ણ થતાં તેણે રિન્યૂ માટેની અરજી કરી હતી, પરંતુ સ્થાનિક તંત્રએ તપાસ કરતાં
ત્યાં સેફ્ટીનાં સાધનો ન હોવાને કારણે અરજી મંજૂર કરવામાં આવી ન હતી. એટલું જ નહીં,
ગત 12 માર્ચના રોજ પણ સ્થાનિક તંત્ર દ્વારા વેપારીના ગોડાઉન પર જઇ તપાસ કરવામાં આવી
હતી અને તેની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. આ દરમિયાન ત્યાં ફટાકડાનો કોઇ જ જથ્થો
ન હતો. ફટાકડાનો જથ્થો ત્યાર બાદ રાખવામાં આવ્યો હોઇ શકે. આ મામલે પોલીસે હાલ બે લોકોની
અટકાયત કરી છે. જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
વિધાનસભા
અધ્યક્ષ શંકર ચૌધરી ડીસા પહોંચ્યા હતા. તેમણે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે
આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. મજૂરી કરતા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઇજાગ્રસ્તોની
સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ માફ કરી શકાય એવી ઘટના નથી. રાજ્ય સરકાર કાયદેસરનાં
પગલાં લેશે.
વિસ્ફોટ
એટલો પ્રચંડ હતો કે આરસીસી સ્લેબ તૂટી પડ્યો
બનાસકાંઠા
જિલ્લા કલેકટરે વાત કરતાં જણાવ્યું કે, આજે સવારે અંદાજે પોણા દસ વાગ્યાના અરસામાં
ડીસાના ઢૂવામાં એક પ્રચંડ વિસ્ફોટ થયાના સમાચાર મળ્યા તો તરત જ ફાયર ફાઇટર ટીમને રવાના
કરી એમણે આગને કાબુમાં લીધી હતી. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ફેક્ટરીનો આરસીસી સ્લેબ
તૂટી નીચે પડી ગયો હતો.
ફટાકડા
વેચવાની મંજૂરી મેળવી ફટાકડા બનાવ્યા
મળતી
માહિતી મુજબ, દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. આ કંપની
ખૂબચંદ સિંધી નામની વ્યક્તિની છે. આ ફટાકડાની એજન્સીમાં તેઓ વિસ્ફોટક પદાર્થ લાવીને
ફટાકડા બનાવતા હતા, જોકે માલિકે માત્ર ફટાકડા વેચાણ માટેની જ પરમિશન લીધેલી છે, ફટાકડા
બનાવવા માટેની નહિ, જેથી સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આ અંગે વધુ તપાસ ચલાવવામાં
આવી રહી છે.
મૃતકોમાં
મધ્યપ્રદેશના હરદાસ અને દેવાસના રહેવાસીઓની યાદી
-રાકેશભાઈ
સત્યાનારાયણભાઈ નાયક (હંડીયા)
-સુરેશભાઈ
અમરાસિંહ નાયક (હંડીયા)
-વિજયભાઈ
નાયક, ઉંમર-23 (હંડીયા)
-વિષ્ણુભાઈ
સત્યનારાયણભાઈ નાયક (હંડીયા)
-ધનરાજભાઈ
સંતોષભાઈ નાયક (હંડીયા)
-દલીબેન
રાકેશભાઈ નાયક
-કિરણબેન
રાકેશભાઈ નાયક
-લખન
ગંગારામભાઈ નાયક (સિદ્ધલપુર)
-લખનની
માતા અને ગંગારામભાઈની પત્ની
-લખનની
મોટી બેન, ઉંમર-13 વર્ષ
-લખનનો
ભાઈ
-મેહુલભાઈ
શંકરભાઈ લુહાર
-ગુડ્ડીબાઈ
અમરાસિંહ નાયક