પેકેજના
નીચા દરો, ચુકવણીમાં લોલંલોલથી હોસ્પિટલો સ્વેચ્છાએ નીકળવા લાગી : ગુજરાતમાં સૌથી વધુ,
સરકારની ઉકેલની ખાતરી
નવી
દિલ્હી, તા.1 : ચોંકાવનારા ઘટનાક્રમમાં દેશમાં 600થી વધુ ખાનગી હોસ્પિટલે આયુષ્માન
ભારત યોજનાથી હાથ ખેંચી લીધા છે. આવી હોસ્પિટલોની યાદીમાં ગુજરાત ટોચે છે. બીજીતરફ
કેન્દ્ર સરકારનું કહેવું છે કે તે સમસ્યાનો ઉકેલ લાવવા પગલાં ઉઠાવી રહી છે. ફંડ રિલીઝ
કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને એકાદ સપ્તાહમાં સ્થિતિ સામાન્ય બની જશે. ખાનગી
હોસ્પિટલોની ફરિયાદોને ધ્યાને લઈ પેકેજના દરો સુધારવા સાથે ચુકવણીની પ્રક્રિયા ઝડપી
બનાવવામાં આવશે.
વર્ષ
ર018માં મોદી સરકારની મહત્ત્વપૂર્ણ સ્વાસ્થ્ય યોજના આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જનઆરોગ્ય
યોજના શરૂ કરવામાં આવી હતી અને સરકારી આંકડા અનુસાર આ યોજના શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં
600થી વધુ ખાનગી હોસ્પિટલો સ્વેચ્છાએ તેમાંથી બહાર નીકળી ગઈ છે. મોડી ચુકવણી અને ઓછા
રિમ્બર્સમેન્ટ રેટ જેવા કારણોથી ખાનગી હોસ્પિટલો આ યોજનામાં જોડાવાથી દૂર ભાગી રહી
છે. દેશમાં સૌથી વધુ ગુજરાતની ખાનગી હોસ્પિટલો આ યોજનામાંથી બહાર નિકળી ગઈ છે. રિપોર્ટ
મુજબ ગુજરાતની ર33, કેરળની 146, મહારાષ્ટ્રની 83 ખાનગી હોસ્પિટલોએ આયુષ્માન ભારત યોજનાથી
છેડો ફાડયો છે.
સ્વાસ્થ્ય
તથા પરિવાર કલ્યાણ મંત્રી પ્રતાપરાવ જાધવે રાજયસભામાં આપેલી માહિતી અનુસાર, કુલ
609 ખાનગી હોસ્પિટલ અત્યાર સુધીમાં આ યોજનામાંથી બહાર નીકળી ગઈ છે. આ સ્થિતી એ યોજના
અંગે ચિંતાજનક સ્થિતિ છે જેનો ઉદ્દેશ દેશના 10 કરોડ પરિવારો અથવા પ0 કરોડ જેટલા લોકોને
સ્વાસ્થ્ય સુરક્ષા આપવાનો છે. ખાનગી હોસ્પિટલોની ફરિયાદ છે કે આયુષ્માન ભારત યોજનામાં
નક્કી કરાયેલા નીચા દરો અને ચૂકવણીમાં મોડુ થવાને કારણે કામકાજ મુશ્કેલ બન્યુ છે. રાજય
સરકારો સમયસર ફંડ રિલીઝ કરતી ન હોવાથી તેમને
સમયસર નાણાં મળતા નથી એટલે આ યોજનામાં ભાગીદારી કરવી મુશ્કેલ છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના
હરિયાણા એકમ હેઠળ ફેબ્રુઆરીમાં સેંકડો ખાનગી હોસ્પિટલોએ આ યોજના હેઠળ સેવાઓ બંધ કરવાનું
એલાન કર્યુ હતું કારણ કે બાકી રકમ 400 કરોડને પાર પહોંચી ચૂકી હતી. પંજાબ અને જમ્મુ-કાશ્મીર
સહિત અન્ય રાજ્યોમાંથી પણ આવી જ ફરિયાદ ઉઠી છે.
ગુજરાત
અને છત્તીસગઢ જેવા રાજયમાં ટ્રીટમેન્ટ પેકેજ માત્ર સરકારી હોસ્પિટલો માટે અનામત હોવાથી
અને સરકારી હોસ્પિટલોમાંથી કોઈ રેફરલ ન મળવાને કારણે પણ ખાનગી હોસ્પિટલો આ યોજનામાંથી
બહાર નીકળી રહી છે. રાજ્યસભામાં એક સવાલના જવાબમાં મંત્રી જાધવે કહ્યંy કેરાષ્ટ્રીય
સ્વાસ્થ્ય પ્રાધિકરણે આંતરરાજ્ય હોસ્પિટલો માટે કલેઈમક દાખલ કર્યાના 1પ દિવસમાં અને
રાજ્યની બહાર સ્થિત હોસ્પિટલો માટે 30 દિવસમાં હોસ્પિટલોને કલેઈમની ચુકવણી કરવા દિશા
નિર્દેશ જાહેર કર્યા છે.