• બુધવાર, 15 મે, 2024

રાજા મહારાજા વિશે ટિપ્પણી કરીને કોંગ્રેસે તેની માનસિકતા છતી કરી : પાટીલ

કોંગ્રેસના યુવરાજ એ ભૂલી ગયા કે રાજા મહારાજાઓએ દેશને રજવાડા અર્પણ કર્યા હતા : હર્ષ સંઘવી

અમદાવાદ, તા. 28: લોકસભા ચૂંટણીના બીજા તબક્કા બાદ હવે ત્રીજા તબક્કાના મતદાનની તૈયારીઓ શરૂ  થઈ ગઈ છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ભાજપે જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. તો બીજી તરફ પક્ષ-વિપક્ષ એકબીજા પર આકારા પ્રહારો કરી રહ્યાં છે. હાલ પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ વચ્ચે હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ પણ રાજા-મહારાજાઓને લઈ એક વિવાદિત નિવેદન આપ્યું છે. જેને લઈ હવે સી આર પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા તો શક્તાસિંહ ગોહિલે પણ આ અંગે નિવેદન આપ્યું છે.

રાહુલ ગાંધીના નિવેદન અંગે સી આર પાટીલે પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસની મથરાવટી મેલી છે. રાજા મહારાજાઓ અંગે ટીપ્પણી કરીને કોંગ્રેસે તેમની માનસિકતા ઉજાગર કરી છે. રાજા મહારાજાઓને કોંગ્રેસના શાસનમાં જે અનુભવો થયા છે તેનાથી તેઓ કોંગ્રેસથી દૂર થયા છે. કોંગ્રેસ દેશની સંપતિ લઘુમતીઓને વેચી દેવાની વાતો કરે છે, ભાજપ આવા કરતૂતોને ચલાવશે નહીં. રાજાઓની સંપત્તિ લઈ લેવાનું કામ કોંગ્રેસ વર્ષોથી કરતી આવી છે.

સામે ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તાસિંહ ગોહિલે ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તાસિંહ ગોહિલે સંસદમાં વડાપ્રધાન મોદી દ્વારા કરેલા ભાષણનો એક વીડિયો ટ્વીટ કર્યો છે.

બીજી બાજુ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાહુલ ગાંધી પર નિશાન તાકતાં એક વીડિયો ટ્વીટ કરી લખ્યું છે કે, કોંગ્રેસના યુવરાજ એ ભૂલી ગયા કે રાજા મહારાજાઓએ દેશને રજવાડા અર્પણ કર્યા હતા. જે ઈચ્છા થઈ એ કોંગ્રેસની સરકારોએ ઉઠાવ્યું અને લૂંટ્યું હતુ.

ભાવનગરના યુવરાજ જયવીરરાજાસિંહ ગોહીલે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતુ કે રાહુલ ગાંધી ભૂલી ગયા છ આ દેશમાં જમીન ટોચ મર્યાદાનો કાયદો લાગુ પડ્યો હતો એ રાહુલ ગાંધીના દાદી ઇંદિરા ગાંધી લાવ્યા હતા. જેના કારણે હજ્જારો રાજપૂતોની જમીન જતી રહી હતી. 

----------

રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ રાજનીતિ કરે છે : શક્તાસિંહ ગોહિલ

રાહુલ ગાંધીએ રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મામલે કોંગ્રેસ નેતા શક્તાસિંહ ગોહિલે કહ્યું કે ભાજપે પહેલા બહેન-દીકરીનું અપમાન કર્યું. પછી અહંકાર રાખીને ઉમેદવારની ટિકિટ રદ ન કરી. હવે જે વાત ન થઈ હોય તેને વિકૃત રીતે રજૂ કરવામાં આવી રહી છે. સમાજ ભોળો જરૂર છે પણ મૂર્ખ નથી. રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ રાજનીતિ કરવા નીકળ્યું છે. ભાજપના ઉમેદવારે સમગ્ર દેશમાં બહેન-દીકરીઓનું અપમાન કરી રહ્યા છે તેથી દરેક જ્ઞાતીના લોકોમાં રોષ જોવા મળ્યો છે. નોંધનીય છે કે શક્તાસિંહે વડાપ્રધાન મોદીનો એક વીડિયો મીડિયા સામે બતાવી કહ્યું હતું, કે વડાપ્રધાનને એવુ કહેતા બતાવવામાં આવ્યા છે કે ‘આદરણીય સભાપતિજી, આ સદનમાં અંગ્રેજોને યાદ કરવામાં આવ્યા, હવે રાજા-મહારાજાઓનો તો અંગ્રેજો સાથે ગહેરો નાતો હતો. એ સમયે આ પ્રકારની વાત એ યોગ્ય નથી. અંગ્રેજો તો ઇચ્છતા હતા કે દેશના નાના નાના ટુકડા થઈ જાય પણ મહારાજા કૃષ્ણકુમારાસિંહજીએ સામે ચાલીને સરદાર પટેલને સૌ પ્રથમ પોતાનું રાજ્ય આપીને દેશને ખંડિત થતા બચાવ્યો હતો. જેતે સમયે કોંગ્રેસ પક્ષની સરકારે પણ મહારાજા કૃષ્ણકુમારાસિંહજીને મદ્રાસના ગવર્નર બનાવી તેઓનું સન્માન કર્યું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

દુબઈ સ્થિત P.M. આંગડિયામાં કરોડોના કાળા નાણાના હવાલા પડયાનો ઘટસ્ફોટ CID ક્રાઈમના આંગડિયા પેઢી દરોડામાં May 14, Tue, 2024