• બુધવાર, 15 મે, 2024

પ્રફૂલ પટેલ પ્રશાસક તરીકે નહીં પણ  રાજા હોય એમ વર્તે છે : રાહુલ ગાંધી દમણની ચૂંટણી સભામાં રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર આકરાં પ્રહાર કર્યા 

સુરત, તા. 28 : ‘દમણના પ્રશાસક રાજાની જેમ વર્તાવ કરી રહ્યા છે. અમારી સરકાર આવશે તો માત્ર ગણતરીના કલાકોમાં તેમને હટાવી દેવામાં આવશે..’ તેવા વિધાન સાથે આજે કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને નેતા રાહુલ ગાંધીએ તેમની દમણની સભાની શરૂઆત કરી હતી. તેમણે આજની સભામાં વડાપ્રધાન મોદીથી લઈ સમગ્ર ભાજપ અને આરએસએસ પર આકરા પ્રહારો કર્યા હતા. વધુ એક વખત તેમણે મોદી સરકાર પર અબજોપતિઓને મદદ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.  રાહુલ ગાંધીએ સભાને સંબોધતા પ્રફુલ પટેલ, ભાજપ અને આરએસએસ પર પોતાના વિધાનો ટાંક્યા હતા. તેમણે સભામાં કહ્યું હતું કે, ‘િદલ્હીમાં અમારી સરકાર આવશે તો માત્ર બે મિનિટમાં જ અહીંથી આઉટ કરી દેવામાં આવશે.’ રાહુલ ગાંધીએ પ્રફુલ પટેલને એક એડમિનિસ્ટ્રેટર નહી પણ રાજા ગણાવ્યા હતા. તેમણે વડાપ્રધાન પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, ‘અગાઉ જેમ લોકો પર રાજા શાસન કરતા હતા તે પ્રકારે સરકારે પ્રફુલ પટેલને રાજાની જેમ તમારા માથા ઉપર બેસાડી રાખ્યા છે. પહેલા અહીંના કિલ્લામાં રાજા બેસતા હતા, એવી જ રીતે પ્રફુલ પટેલને અહીં એડમિનિસ્ટ્રેશન માટે બેસાડી દીધા છે.’ દમણ- દાદરાનગર હવેલીના પ્રશાસકને રાહુલ ગાંધીએ રાજા ગણાવતા વધુ એક વખત ક્ષત્રિયોના મામલે વિવાદ ઊભો થવાની સંભાવના છે.  

દમણમાં આગામી સાતમીએ ગુજરાતની સાથે મતદાન યોજાશે. તેમણે ફરી એક વખત ઉદ્યોગકારો તરફ અંગુલીદર્શન કરતા શાસકપક્ષ ભાજપ અને વડાપ્રધાન મોદી પર ઉદ્યોગપતિઓને મદદ કરતા હોવાનો આક્ષેપ કર્યા હતા. મોદી સરકાર માત્ર અરબપતિઓને મદદ કરે છે અને ગરીબોને જૂઠ્ઠા વચનો આપી ભ્રામિત કરે છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ તેમની ચૂંટણી સભામાં વધુ એક આરએસએસ અને ભાજપને આડે હાથે લેતા બન્ને સાથે મળીને દેશના સંવિધાનને બદલવા માગે છે. દરેક જગ્યાએ આરએસએસના માણસોને બેસાડવામાં આવે છે. શૈક્ષણિક વિભાગના ટોચના સંસ્થાનોમાં તેઓના માણસો છે. જે દેશને નુકશાનકર્તા છે. મતદારોએ આ બધી સઘળી બાબતોને ધ્યાને રાખીને આગામી ચૂંટણીમાં મતદાન કરવું જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

દુબઈ સ્થિત P.M. આંગડિયામાં કરોડોના કાળા નાણાના હવાલા પડયાનો ઘટસ્ફોટ CID ક્રાઈમના આંગડિયા પેઢી દરોડામાં May 14, Tue, 2024