• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

વિશ્વાસ સૌથી મોટી વાત

ચૂંટણી કમિશનરોની નિયુક્તિ અંગે સર્વોચ્ચ અદાલતમાં મોટાપાયે ચર્ચા ચાલી રહી છે. કોર્ટ અને સરકાર દલીલ-પ્રતિ દલીલ કરી રહ્યા છે. ગુરુવારે જસ્ટીસ દિપાંકર દત્તાણી, જસ્ટીસ સતીષચંદ્ર શર્માની બેંચે કરેલી સુનાવણી બાદ આખું પ્રકરણ મોટી બેંચ તરફ પહોંચ્યું છે. જ્યારથી આ ચર્ચા શરૂ થઈ છે તે પછીના 28મા દિવસે કેસ ટ્રાન્સફરની માગણી કરાઈ રહી છે. સુપ્રીમ કોર્ટના આકરા સવાલ સામે કેન્દ્રએ વ્યવસ્થિત જવાબ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે આ અંગે કહ્યું કે, ચૂંટણી પંચ ફક્ત સ્વાયત્ત રીતે કામ કરી શકે તે પૂરતું નથી, તે કામ થતું હોય તે દેખાવું પણ જરૂરી છે.  સરકાર તરફે સોલીસીટર જનરલ તુષાર મહેતાએ એવી દલીલ કરી કે ન્યાયતંત્ર વડાપ્રધાન પર અવિશ્વાસ કરી શકે નહીં. કોર્ટે કહ્યું કે, ચૂંટણી પંચ જેવી સ્વતંત્ર સંસ્થામાં વિશ્વાસ જળવાય તે અગત્યનું છે. વડાપ્રધાનની નિષ્ઠા અંગે સંશય કરવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તુષાર મહેતાએ કહ્યું કે, વડાપ્રધાન કાર્યાલય સાથે પવિત્રતા અને વિશ્વસનીયતા જોડાયેલી છે. રાજ્યનું કોઈ અંગ એવું ધારી શકે નહીં કે, બહુલ જનમતથી ચૂંટાયેલા વડાપ્રધાન યોગ્ય રીતે કામ નહીં કરે. કેબીનેટમાં મંત્રી પસંદ કરતી વખતે પણ જજની સલાહ લેવી પડશે? સંસદ દ્વારા રચાયેલા કાયદાને માત્ર તે કારણથી રદ કરી શકાય નહીં કે જેમાં મુખ્ય ન્યાયાધીશ સામેલ નથી.

તુષાર મહેતાએ સ્પષ્ટ કહ્યું કે, વડાપ્રધાન જેની નિયુક્તિ કરશે તે વ્યક્તિ ખોટું કરશે તેવો સવાલ જ ઉઠવો ન જોઈએ. વડાપ્રધાન કાર્યપાલિકાના પ્રમુખ છે અને તેઓ વિધાયિકા પ્રત્યે પણ જવાબદાર છે જ. ન્યાયપાલિકામાં નિયુક્તિ થાય ત્યારે જજ, જજને પસંદ કરે છે અને તેમની ઉપર આખો દેશ વિશ્વાસ કરે છે. તે સમયે એવું કહી ન શકાય કે, જે જજની પસંદગી થઈ છે તે ખોટી છે. સર્વોચ્ચ અદાલતે પણ સ્પષ્ટ કર્યું કે, વડાપ્રધાન પર ભરોસો હોય જ, સવાલ માત્ર ચૂંટણી પંચની નિમણૂકોમાં નિષ્પક્ષતા દેખાવી જોઈએ એટલો જ છે. કોર્ટે પૂછયું કે, લોક તંત્ર માટે અતિ મહત્વના એવા આ પદની નિયુક્તિમાં સી.જે.આઈ. હોવા જોઈએ.

સરકારના પક્ષે થઈ રહેલી દલીલ પણ તાર્કિક અને મુદ્દાસર છે, સામે જે પ્રશ્નો ઉઠયા છે તે આખી વ્યવસ્થામાં સી.જે.આઈ.નો સમાવેશ કેમ નહીં? તે સંદર્ભે છે. જો કે, જે પ્રમાણે તુષાર મહેતાએ કહ્યું છે તે મુજબ વડાપ્રધાન કાર્યાલય ઉપર સીધો જ સંશય કરવો ઉચિત નથી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક