215થી વધુ શિક્ષણવિદે્ પત્ર લખી પ્રો. કામકોટિની મજાક સામે એક અવાજે વિરોધ કર્યો
નવી દિલ્હી,
તા. 30 ઃ
કોંગ્રેસ સાંસદ
પ્રિયંકા ગાંધીની
આઈઆઈટી મદ્રાસના
ડાયરેક્ટર પ્રો.
વિ. કામકોટી
પર લોકસભામાં
‘ગૌમૂત્ર એક્સપર્ટ’
ટિપ્પણી પર
વિવાદનો વંટોળ
સર્જાયો છે.દેશના
215થી વધુ
કુલપતિ, પૂર્વ
કુલપતિઓ, શિક્ષણવિદ્એ
પ્રિયંકાને પત્ર
લખીને પ્રિયંકાની
ટિપ્પણીની ટીકા
કરી હતી.
આ ખુલ્લાપત્રમાં
કહેવાયું છે
કે, પ્રિયંકાએ
એક પ્રખ્યાત
વૈજ્ઞાનિકની શૈક્ષણિક
કાબેલિયતને ઓછી
આંકી છે.
ત્રણ પાનાના
પત્રમાં જણાવાયું
છે કે,
કોઈ વિદ્વાનના
વિચારોના મૂળ
પર ધ્યાન
આપવાનાં સ્થાને
તેમના પર
આવી ટિપ્પણી
સ્વસ્થ જાહેર
સંવાદને કમજોર
કરે છે.
ચિંતાજનક
વાત એ
છે કે,
આવી ટિપ્પણીઓથી
દેશના વૈજ્ઞાનિકો,
શિક્ષણવિદ્,ો
સંશોધકોને કેવો
સંદેશ જાય
છે તેવું
પત્રમાં નોંધાયું
છે. પત્રમાં
શિક્ષણવિદ્એ કહ્યું
કે, કોઈના
તર્કો સાથે
સહમત નથી,
તો તમે
તેના પ્રમાણોને
પડકાર ફેંકો,
પરંતુ તેમનાં
યોગદાનને ઓછું
ન આંકો.લોકતંત્રમાં
મતભેદ હોઈ
શકે, પરંતુ
કોઈ પણ
વ્યક્તિની મજાક
ઉડાવવી એ
તર્ક પૂર્ણ
ચર્ચાનો વિકલ્પ
ન હોઈ
શકે, તેવું
215થી વધુ
શિક્ષણવિદ્ના પત્રમાં
જણાવાયું છે.