• શુક્રવાર, 31 જુલાઈ, 2026

હોકી ટીમની જર્સીનો રંગ ભગવો કરાતા વિવાદ

નવી દિલ્હી, તા.30 હોકી વર્લ્ડ કપમાં ભારતીય પુરુષ અને મહિલા ટીમની નવી ઓરેન્જ (ભગવા) જર્સી લોન્ચ થયા બાદ વિવાદ થયો છે. ઘણા પૂર્વ ખેલાડીઓ અને પ્રશંસકો ભારતીય હોકી ટીમની પરંપરાગત બ્લૂ જર્સીને બદલવા પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે એક રાજકીય નિર્ણય લાગી રહ્યો છે. કોંગ્રેસના પ્રિયંકા ગાંધીએ પણ વિરોધ કર્યો છે કે અને આરોપ મુકયો છે કે ભાજપ રમત-ગમતમાં દખલગીરી કરી રહ્યું છે તે સાબિત થાય છે. જો કે મામલે હોકી ઈન્ડિયાના અધ્યક્ષ દિલીપ ટિર્કેએ બચાવમાં કહ્યું છે કે જર્સીનો રંગ બદલવાનો નિર્ણય રાજકીય નથી. ઇન્ટરનેશનલ મેચો બ્લૂ ટર્ફ પર રમાઇ રહ્યા છે. ભારતીય ખેલાડીઓ બ્લૂ જર્સી પહેરતા આથી ખેલાડીઓની એક-બીજાની ઓળખ અને વિજિબિલિટિમાં તકલીફ થતી હતી. આથી ટીમ મેનજમેન્ટે જર્સીનો રંગ બ્લૂમાંથી ઓરેન્જ કરવાનો નિર્ણય લીધો છે.

ઇ-પેપરના નવા શુલ્ક