માતા બન્યા બાદ સીમાએ ડિસ્કસ થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
ગ્લાસગો,
તા.31: ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સના આઠમા દિવસે ભારતે વધુ બે ચંદ્રક જીત્યા હતા. આથી
મેડલ ટેલીમાં ભારત કુલ 19 ચંદ્રક સાથે 8મા ક્રમે છે. ભારતીય ખેલાડીઓએ 5 ગોલ્ડ, 10 સિલ્વર
અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
કોમનવેલ્થ
ગેમ્સમાં ગઇકાલે આઠમા દિવસે ભારતની જોળીમાં વધુ બે ચંદ્રક આવ્યા હતા. વેઇટ લિફટર લવપ્રીત
સિંઘે શાનદાર દેખાવ કરીને રજત ચંદ્રક જીત્યો હતો જ્યારે ડિસ્કસ થ્રો (ચ્રક ફેંક)માં
સીમા કાલીરામનાએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.
પુરુષોની
હેવીવેઇટ વેઇટ લિફટીંગ સ્પર્ધામાં લવપ્રીત સિંઘે
કુલ 388 કિલો વજન ઉંચકીને બીજા સ્થાન પર રહી સિલ્વર મેડલ કબજે કર્યો હતો. લવપ્રીતે
સ્નેચમાં 176 કિલો વજન ઉપાડીને કોમનવેલ્થ ગેમ્સનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. બાદમાં
કલીન એન્ડ જર્કમાં 212 કિલો વજન ઉપાડયું હતું. આથી તે ન્યુઝીલેન્ડના ખેલાડી ડેવિડ એન્ડ્રુ
પછી બીજા નંબર પર રહ્યો હતો. ડેવિડે કુલ 389 કિલો વજન ઉઠાવ્યું હતું. તેણે લવપ્રીતથી
એક કિલો વજન વધુ ઉઠાવ્યું હતું. આથી ગોલ્ડ મેડલનો હકદાર બન્યો હતો. લવપ્રીત સિંઘે
2022ના કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેમાં સુધારો કરી આ વખતે સિલ્વર
મેડલ કબજે કર્યો છે.
જયારે
મહિલાઓની ચક્ર ફેંક સ્પર્ધામાં ભારતની 27 વર્ષીય એથ્લેટ સીમા કાલીરામનાએ પ8.6પ મીટરના
થ્રો સાથે કાંસ્ય ચંદ્રક જીતવામાં સફળ રહી હતી. જમૈકાની એથ્લેટ સામંથા હોલ 61.66 મીટરના
થ્રો સાથે સુવર્ણ ચંદ્રક જીતી હતી જ્યારે કેનેડાની જૂલિયા ટંકસ (60.67)ને રજત ચંદ્રક
મળ્યો હતો.
વર્ષ
2022માં માતા બન્યા બાદ સીમાએ મેદાનમાં વાપસી કરી સખત મહેનતથી સફળતા હાંસલ કરી છે.
સાથોસાથ તે ફિઝિકલ એજ્યુકેશનમાં પીએચ.ડી. પણ કરી રહી છે.