• ગુરુવાર, 21 નવેમ્બર, 2024

avsan nondh

ચક્ષુદાન

ધોરાજી: કાંતાબેન આંબાભાઈ પાંભરનું અવસાન થતા પરિવારજનોએ સેવાભાવી રસીકભાઈ માવાણીને ચક્ષુદાન કરવા અંગે જાણ કરાતા તેઓએ માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરિયા અને સાગર સોલંકીને જાણ કરાતા સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો.જયેશ વેસેટીયન અને મેડિકલ ટીમના પ્રતિકભાઈ, રોહિત સોંદરવા સહિતનાઓએ સેવાઓ બજાવી હતી. આ તકે મનસુખભાઈ પાંભર, પ્રવીણભાઈ, હાર્દિકભાઈ, દીપભાઈ સહીતના હાજર હતા.

ચક્ષુદાન

રાજકોટ: રણછોડભાઈ વનમાળીદાસ પટેલનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 591મું ચક્ષુદાન છે. આ ચક્ષુદાન વિજયભાઈ ડોબરિયાના સહયોગથી થયેલ છે.

ચક્ષુદાન

જામકંડોરણા: જસાપર ગામના ખેડૂત બચુભાઈ મુળજીભાઈ દોંગાનું અવસાન થતા પરિવારજનો દ્વારા ધોરાજી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા, સાગર સોલંકીને ચક્ષુદાન કરવા અંગે જાણ કરાતા સરકારી હોસ્પિટલના અધીક્ષક ડૉ.જયેશ વેસેટીયા, ડૉ.રાજ બેરા અને મેડીકલ ટીમના પ્રતીકભાઈ કંડોલીયા વગેરેએ ચક્ષુદાન સ્વિકાર્યુ હતું. આ તકે મગનભાઈ દોંગા, જેન્તીભાઈ દોંગા, મનસુખભાઈ દોંગા, મયુરભાઈ દોંગા વગેરે ઉપસ્થિત હતા.

રાજકોટ: દિનેશભાઈ લાલજીભાઈ કિયાડા (ઉં.55) તે અમીતભાઈ, ટીયાબેનના પિતાશ્રીનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.21ના સાંજે 4થી 6, રાધે, આવકાર એવન્યુ-એ, રાજ શ્રૃંગાર પાર્ટી પ્લોટ વાળી શેરી, બીગબજાર પાસે, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ-5 છે.

જામનગર: હસમુખભાઈ ઉમેદભાઈ ઝાલા (ઉં.54) તે હિતેશભાઈના નાનાભાઈ, તે રિદ્ધિબેન, રિયાબેનના પિતાશ્રીનું તા.19ના અવસાન થયું છે. ઉઠમણું તા.21ના સાંજે 5થી 5-30, કાશી વિશ્વનાથ મંદિરમાં ભાઈઓ, બહેનો માટે છે.

જામકંડોરણા: હેમતલાલ માનસંગભાઈ મહેતાના પુત્ર હાલ રાજકોટ રજનીકાંત હેમંતલાલ મહેતા તે નેહાબેન ભાવેશકુમાર શાહ (તળાજા), સુહાસભાઈના પિતાશ્રી, તે સરોજબેન કોરડીયા (આકોલા), લતાબેન મહેતા (રાજકોટા, ઈલાબેન વોરા (લતીપુર) તથા ગુણસેનાશ્રીજી મ.સા આદીઠાણા 4ના સાંસારીક ભાઈ, તે નાથાલાલ વનમાળીદાસ કોરડીયા (ગોંડલ)ના જમાઈનું તા.18ના અવસાન થયું છે. ઉઠમણું તા.21ને 9-30 વાગે, 10 વાગે પ્રાર્થનાસભા, બેન્કર્શ રિક્રીએશન ક્લબ શ્રોફ રોડ, નવી કલેક્ટર કચેરી પાસે, સીઆઈડી ઓફિસ સામે, જામટાવર રોડ પાસે, રાજકોટ છે.

મીઠાપુર: પત્રામલભા કારૂભા કેર તે સ્વ.સાદુરભા કેર, દાદુભા કેરના નાનાભાઈ, તે ખેરાજભા કેરના મોટાભાઈનું તા.18ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.20ના સાંજે 5થી 6, આશાપુરા સોસાયટી ગ્રાઉન્ડ, એસ.બી.આઈ. બેંકની પાછળ, સૂરજકરાડી છે.

રાજકોટ: સ્વ.દોશી જેઠાલાલ પાનાચંદના પુત્ર સ્વ.જયસુખભાઈના પુત્ર અરૂણભાઈ દોશીના પત્ની હેમાબેન (ઉં.70) તે આકૃતિ ગેસ એજન્સીવાળા જીજ્ઞેશભાઈ, મોનીકાબેનના માતુશ્રી, તે દેવાંશી, તેજસભાઈ મહેતાના સાસુ, તે મંત્ર અને જીલના દાદી, તે વ્રજલાલ મગનલાલ મહેતા (મોરબી)ના પુત્રીનું તા.18ના અવસાન થયું છે. ઉઠમણું/પ્રાર્થનાસભા તા.21ના સવારે 10 કલાકે, પ્રાર્થનાસભા સવારે 10-30 કલાકે, મણીભદ્ર આરાધના ભુવન, મણિધર દેરાસર, ચૌધરી સ્કૂલ સામે, રાજકોટ છે.

રાજકોટ: પરજીયા સોની મૂળ કુતિયાણાના હાલ રાજકોટ સ્વ.અનંતરાય ઘઘડાના પુત્ર અતુલકુમાર (ઉં.55) તે યોગ અતુલભાઈ ઘઘડા, પૂજા દવે અને કિરણ શાહના પિતાશ્રી, તે ગૌરવ દવે (પત્રકાર - ઝી 24 કલાક), તેજસ શાહ (ગુજરાતી નાટય કલાકાર - મુંબઈ)ના સસરાનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.21ના 4થી 6, તેમના નિવાસ સ્થાન, એ-વિંગ, ખુદીરામબોઝ ટાઉનશીપ, સાધુવાસવાણી કુંજ રોડ, રેલનગર ખાતે છે.

મોરબી: નાની વાવડી નિવાસી દિવાન ભાટીયા જીતેન્દ્ર અમૃતલાલ આશરના પત્ની કાજલબેન (ઉં.40) તે ગુણવંતભાઈ, કિશોરભાઈના ભાઈના પત્ની, તે હંસાબેન ગોપાલકુમાર નેગાંધી (મોરબી)ના ભાભી, તે જયના માતાનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.21ના સાંજે 4થી 5, રામજી મંદિર, નાની વાવડી છે.

જૂનાગઢ: નિરૂપમાબેન પ્રસન્નકુમાર ઘોડા (ડો.ભારતભાઈ ઘોડાના પત્ની), કેયુર (રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, જામનગર), હીતાક્ષી, હેમાલીના માતુશ્રી, કવિતા તથા સમીર ભાલચંદ્ર છાયાના સાસુ, નેહાંષીના દાદી, ઋષિકેશભાઈ ઘોડા તથા સ્વ.બંસીબેન પી.વસાવડાના ભાભી, તે સ્વ.જેભાઈ માંકડના દીકરીનું તા.18ના જૂનાગઢ ખાતે અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.21ના સાંજે 5થી 6, બી-104, શ્રી શુભ રેસીડેન્સી પાર્કિંગ, લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં, રાયજી બાગ,

જૂનાગઢ છે.

રાજકોટ: ચંદુભાઈ રામજીભાઈ સંચાણિયા (ઉં.60) મૂળ ગામ નેસડા (સુ.) હાલ ખામટા તે ઔતમબેનના પુત્ર વલ્લભભાઈના મોટાભાઈ, રૂદ્ર અને નિષ્ઠાના ભાઈજીનું અવસાન થયું છે. બેસણું તા.21ના સાંજે 4થી 6, સમસ્ત વરીયા વૈષ્ણવ પ્રજાપતિની વાડી, બજરંવાડી-12માં રાખેલ છે.

કાલાવડ: ધુડશિયા નિવાસી કુમનદાસ પ્રભુદાસ અગ્રાવત (ઉં.75) તે સ્વ.પ્રભુદાસ મોતીરામ અગ્રાવતના મોટા પુત્ર, તે વરૂડી મહંત હરગોવિંદદાસ બાપુના ભગત, તે કિશોરભાઈ, ભાઈલાલભાઈ તથા કમલેશના મોટાભાઈ, તે ધર્મેન્દ્રભાઈ, વિજયભાઈના પિતાશ્રીનું તા.18ના અવસાન થયું છે.

રાજકોટ: સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મૂળ રાણસિકી હાલ રાજકોટ ગીતાબેન બટુકભાઈ દવે તે છેલશંકર રામજીભાઈ દવે, જયંતીલાલ રામજીભાઈ દવેના ભાભી, તે બિપીનભાઈ અને વિજયભાઈ (અમરેલી), માલતીબેન પ્રકાશકુમાર ખંભોળિયા (રાજકોટ)ના માતુશ્રીનું તા.19ના અવસાન થયું છે. બેસણું, પ્રાર્થનાસભા તા.21ને ગુરુવારે સાંજે 4થી 6, ધૂમકેતુ હોલ, 4-રોયલ પાર્ક, કાલાવડ રોડ, કે.કે.વી. હોલ પાસે, રાજકોટ ખાતે છે. મો.નં.97271 81854, 88493 93536, 99984 16069

રાજકોટ: યોગેન્દ્રસિંહ લખધીરસિંહ જાડેજા (ચાંદલી ) હાલ રાજકોટ, તે ભયલુભા બહાદુરસિંહ જાડેજા, બલભદ્રસિંહ બહાદુરસિંહ જાડેજા અને કિરીટસિંહ બહાદુરસિંહ જાડેજાના ભત્રીજા, તે પ્રિન્સરાજસિંહ તથા કૃષ્ણરાજસિંહના પિતાશ્રીનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.21ના સાંજે 4થી 6, તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

જૂનાગઢ: મૂળ માળિયા હાટીના હાલ જૂનાગઢ જયાબેન કાંતિલાલ સોમૈયા (ઉં.82) તે રાજુભાઈ, સુરેશભાઈ, રેખાબેન ચીમનલાલ રૂપારેલીયા (રાજકોટ), બીનાબેન નિલેશભાઈ ચોલેરા (વેરાવળ), રૂપાબેન ધર્મેશકુમાર પુજારા (રાજકોટ) અને નીતાબેન શૈલેષકુમાર પોપટ (રાજકોટ)ના માતુશ્રી, તે અંકિતભાઈ, કાર્તિકભાઈ, ધ્યેયભાઈ, જીનલબેન અને મહેકબેનના દાદીનું તા.19ના અવસાન થયું છે. ઉઠમણું-પ્રાર્થનાસભા તા.21ના સાંજે 4થી 6, શાહિબાગ ડુપ્લેક્સ, શ્યામ બંગ્લોઝ, શેરી નં.15, ઝાંઝરડા રોડ, જૂનાગઢ છે.

ઇ-પેપરના નવા શુલ્ક