• ગુરુવાર, 21 નવેમ્બર, 2024

પાકિસ્તાનથી મોહભંગ : CPECનો વિકલ્પ શોધતું ચીન

-મહત્ત્વાકાંક્ષી યોજના વચ્ચે પોતાના નાગરિકો ઉપર થતાં હુમલાથી ચીન નારાજ

નવી દિલ્હી, તા. 20 : પાકિસ્તાનને આગામી સમયમાં ચીન ઝટકો આપી શકે છે. ચીની નાગરીકો ઉપર એક પછી એક થઈ રહેલા હુમલા બાદ ચીન સીપીઇસીનો વિકલ્પ શોધી રહ્યું છે. ચીન દ્વારા વારંવાર મુદ્દો ઉઠાવવામાં આવવા છતાં પણ પાકિસ્તાન ચીની નાગરીકોને પૂરતી સુરક્ષા પ્રદાન કરવાના પોતાનાં વચનોને પૂરા કરવામાં નિષ્ફળ રહ્યું છે. પોતાના નાગરીકો ઉપર થઈ રહેલા હુમલાને ધ્યાને લઈને ચીનનો પાકિસ્તાન ઉપર મોહભંગ થઈ રહ્યો છે. ચીન અફઘાનિસ્તાનના રસ્તે ઈરાનને જોડતી મહત્ત્વાકાંક્ષી યોજના ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનો વિકલ્પ શોધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં અમુક વર્ષમાં આતંકવાદીઓએ ચીની નાગરીકોને સતત નિશાને લીધા છે. ચીની અધિકારીઓએ ગ્વાદરમાં સીપીઇસીમાં 65 બિલિયન ડોલરથી એકત્રિત ફંડ અને બજેટમાં ભ્રષ્ટાચારને લઈને પણ નારાજગી વ્યક્ત કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક