• ગુરુવાર, 21 નવેમ્બર, 2024

ખ્યાતિ હોસ્પિટલ કાંડના કેબિનેટમાં પડઘા, સરકાર સફાળી જાગી, કડક SOPના આદેશ

ટૂંક સમયમાં PMJAYની નવી SOP બહાર પડાશે : ક્રાઇમ બ્રાંચની ટીમે ખ્યાતિ હોસ્પિટલ અને આરોપીઓના નિવાસસ્થાને સર્ચ કરી : હોસ્પિટલના 15 બેંક એકાઉન્ટ સીઝ

અમદાવાદ, તા. 20 : ગુજરાતની ચકચારી ખ્યાતિ હોસ્પિટલ કાંડ આજે ગાંધીનગર ખાતે કેબિનેટમાં પણ ગુંજ્યો હતો. કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઙખઉંઅઢ યોજના માટે હોસ્પિટલની કડક જઘઙ બનાવવા સૂચના આપી હતી. તેઓએ જઘઙ ની કડક અમલવારી કરવા, પરંતુ લોકો હેરાન ના થવા જોઈએ તેમ જણાવ્યું હતું ત્યારે હવે ટૂંક સમયમાં આરોગ્ય વિભાગ ઙખઉંઅઢ યોજના અંગેની હોસ્પિટલ માટેની જઘઙ જાહેર કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે 4 પ્રકારની સારવાર અને ઓપરેશન માટે કડક જઘઙ જાહેર કરાશે. અલબત્ત, હૃદયરોગ, કેન્સર, કિડની અને ઘૂંટણ અંગેની સારવાર અને ઓપરેશન સંબંધિત જઘઙ જાહેર થઇ શકે છે.

 ખ્યાતિ હોસ્પિટલના મુખ્ય સંચાલકે હાલમાં ફરાર છે. એટલુ જ નહીં તપાસમાં બે આરોપીઓ વિદેશ હોવાનું અનુમાન છે. ફરાર થયેલા સંચાલકેને ઝડપી લેવાના ક્રાઇમ બ્રાંચે ચક્રો ગતિમાન કર્યા છે. વોન્ટેડ આરોપીઓ વિદેશ ભાગી ગયા હોવાથી તેમની સામે લુકઆઉટ સર્ક્યુલર નોટિસ જાહેર કરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી રહી છે. આ કેસમાં ઝડપી તપાસ માટે સરકારી સીએની પણ નિમણૂક કરવામાં આવી છે. તપાસ ટીમને હોસ્પિટલમાં કાચી રસીદો પણ પોલીસને હાથ લાગી છે. ઉપરાંત ખ્યાતિ હોસ્પિટલના કુલ 15 જેટલા બેન્ક એકાઉન્ટ પણ સીઝ કરવામાં આવ્યા છે. 

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં અલગ અલગ જગ્યાએ રેડ કરવાની શરૂઆત કરી છે, જેમાં ચાર વોન્ટેડ આરોપીનાં ઘરે પોલીસે રેડ કરી હતી, જ્યારે બે ઓફિસમાં પણ રેડ કરી હોવાની વિગતો સામે આવી રહી છે. આ સમગ્ર તપાસમાં હોસ્પિટલમાંથી પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહત્ત્વના ઇલેક્ટ્રોનિક્સ પુરાવા તેમજ દસ્તાવેજો કબજે લીધા છે. ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તેમનાં નિવાસસ્થાન અને ઓફિસ પરથી ડોક્યુમેન્ટ, ફાઈલ, ઈલેક્ટ્રિક્સ ડિવાઈસ, રજિસ્ટર, પેનડ્રાઈવ સીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓનાં ઘરેથી કેટલીક મહત્ત્વની કડી પોલીસને મળી છે, જે સંદર્ભે હવે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે બે લોકોનાં મૃત્યુ નીપજતા હોસ્પિટલના ડો. પ્રશાંત વઝીરાણી, ડો. કાર્તિક પટેલ, ડાયરેક્ટર,ડો. સંજય પટોળિયા, રાજશ્રી કોઠારી અને ચિરાગ રાજપૂત, ઈઊઘ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. એ પૈકીના ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી હતી, જે હાલ રિમાન્ડ પર છે. 

--------------

આરોપીઓ સામે રેડ કોર્નર

નોટિસ બહાર પાડવા તૈયારી

જો આરોપીઓ અન્ય દેશમાં ભાગી ગયા હશે તો તેમની સામે રેડકોર્નર નોટિસ પણ ફટકારવા માટે પોલીસ તૈયાર છે. ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો ખૂટતી કડીઓ મેળવવા માટે કામ કરી રહી છે  ત્યારે આરોપી ડો. પ્રશાંત વઝીરાણીના વધુ રિમાન્ડ માગવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે.

--------------

ખ્યાતિ નર્સિંગ હોમમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન રદ થશે 

ખ્યાતિ હોસ્પિટલમાં ગૂજરાત નર્સિંગ કાઉન્સિલની ટીમ દ્વારા પણ તપાસ શરૂ કરવામા આવી છે. ખ્યાતિ હોસ્પિટલ બંધ થતાં ખ્યાતિ નર્સિંગ કોલેજ પર ખતરો વધ્યો છે. ગુજરાત નર્સિંગ કાઉન્સિલની ટીમએ નર્સિગ કોલેજને લઈને અભિપ્રાય રિપોર્ટ તૈયાર કર્યો છે. આ નર્સિંગ કોલેજમાં GNMમા 56 વિદ્યાર્થી BSC નર્સિંગ 154 વિદ્યાર્થીઓ છે. જેમા ચાલુ વર્ષમાં GNM નર્સિંગ 30 સીટની સામે 2 વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું હતું અને GNM ઇજઈ નર્સિંગમાં 40 સીટ સામે 9 એડમિશન થયા છે. જેથી પ્રથમ વર્ષમાં એડમીશન લીધેલા વિદ્યાર્થીઓના એડમિશન રદ થશે. જયારે બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ અન્ય કોલેજમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ ગુજરાત નર્સિંગ કાઉન્સિલના વાઇસ પ્રેસિડેન્ટ ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક