• ગુરુવાર, 21 નવેમ્બર, 2024

ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીની ટીમમાંથી શેફાલી વર્માની બાદબાકી ઋચા ઘોષ અને હરલીનની વાપસી

મુંબઈ, તા.19 : આવતા મહિનાની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની 3 મેચની વન ડે શ્રેણીની ભારતીય મહિલા ટીમમાંથી આક્રમક ઓપનિંગ બેટર શેફાલી વર્માને પડતી મૂકવામાં આવી છે જ્યારે બોર્ડ એક્ઝામને લીધે ન્યુઝીલેન્ડ વિરુદ્ધની વન ડે શ્રેણી ગુમાવનાર વિકેટકીપર ઋચા ઘોષની વાપસી થઈ છે.

આઉટ ઓફ ફોર્મ શેફાલી વર્મા પાછલા ઘણા સમયથી રન કરી શકી નથી. આથી પસંદગીકારોએ તેણીને પડતી મૂકવાનો નિર્ણય લીધો છે. પાછલા 6 મેચમાં શેફાલી ફક્ત 108 રન કરી શકી છે. જેમાં 33 સર્વાધિક સ્કોર છે. જુલાઈ 2022માં શ્રીલંકા સામે 71 રનની ઇનિંગ બાદથી તેણી અર્ધસદી કરી શકી નથી.

ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીમાં પૂજા વત્રાકરને રેસ્ટ અપાયો છે જ્યારે હરલીન દેઓલ અને પ્રિયા પૂનિયાની વાપસી થઈ છે. શ્રેણીનો પહેલો મેચ પ ડિસેમ્બરે અને બીજો 8મીએ બ્રિસબેનમાં રમાશે. 11 ડિસેમ્બરે પર્થમાં ત્રીજા વન ડે રમાશે.

ભારતની મહિલા વન ડે ટીમ: હરમનપ્રિત કૌર (કપ્તાન), સ્મૃતિ મંધાના (ઉપ કપ્તાન), પ્રિયા પૂનિયા, જેમિમાહ રોડ્રિગ્સ, હરલીન દેઓલ, યાસ્તિકા ભાટિયા, ઋચા ઘોષ (વિકેટકીપર), તેજલ હસબનિસ, દીપ્તિ શર્મા, મિન્નુ માની, પ્રિયા મિશ્રા, રાધા યાદવ, તિતાસ સાધુ, અરૂધંતી રેડ્ડી, રેણુકા સિંઘ અને સાઇમા ઠાકુર.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક