• ગુરુવાર, 21 નવેમ્બર, 2024

મંત્રી મંડળ તથા અધિકારીઓ ગુજરાતની વિકાસયાત્રાને શિખરે પહોંચાડવા ચિંતન કરશે

પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્ત્વપૂર્ણ વિષયો પર ચિંતન થશે

રાજ્ય સરકારની 11મી ચિંતન શિબીર ત્રણેય દિવસનો સામુહિક યોગથી પ્રારંભ થશે

વેરાવળ/અમદાવાદ, તા.20 : રાજ્ય સરકારની ત્રણ દિવસની 11મી દિવસની ચિંતન શિબિરનો આવતીકાલે તા.21 ગુરુવારથી જગવિખ્યાત  સોમનાથ ખાતે પ્રારંભ થશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષતામાં મંત્રી મંડળના સભ્યો અને વરીષ્ઠ અધિકારીઓ ગુજરાતના વિકાસયાત્રાને શિખર પહોંચાડવા  ચિંતન અને મંથન કરશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વહિવટી અને પ્રશાસનિક કાર્ય સંસ્કૃતિને નવી દિશા આપવા ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમ્યાન વર્ષ- 2003થી ચિંતન શિબીરની શૃંખલા શરૂ કરાવી છે. આ પરંપરાને આગળ વધારતાં 11મી ચિંતન શિબીર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, ખાતાના વડાઓ તથા જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની સક્રિય સહભાગીતાથી યોજાવાની છે. આ શિબિરમાં રાજ્યમાં રોજગારીની તકો, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ, સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ, પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્ત્વપૂર્ણ વિષયોનો સમાવેશ થાય છે. 

ચિંતન શિબિરના ત્રણેય દિવસોનો પ્રારંભ સામૂહિક યોગથી થશે. એટલું જ નહીં, સેવાઓના સુદૃઢિકરણ માટે ડિપ ટેકનો ઉપયોગ, આર્ટીફિસ્યલ ઈન્ટેલિજન્સ અને ડેટા એનાલિસીઝ જેવા સમયાનુકુલ વિષયો પર નિષ્ણાતોના માર્ગદર્શક વક્તવ્યો પણ યોજાવાના છે. આ ત્રિદિવસીય શિબિરના સમાપન અવસરે બેસ્ટ જિલ્લા કલેક્ટર અને બેસ્ટ ડી.ડી.ઓ.ના એવોર્ડસ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એનાયત કરાશે. 

શિબિરના પ્રથમ દિવસે બપોરે 1:30 વાગ્યા સુધીમાં મુખ્યમંત્રી સહિત સરકારના તમામ મંત્રીઓ, સચિવો સહિત 197 શિબિરાર્થીઓ હવાઇમાર્ગે કેશોદ અને ત્યાંથી વોલ્વો બસમાં સોમનાથ પહોંચશે. બાદમાં બપોરે 2:30 કલાકથી શિબિરનો વિધિવત શુભારંભ થશે. જેમાં ઉદઘાટન સત્ર, દિપ પ્રાટિય, મનુષ્ય ગૌરવ ગીત અને અગ્ર સચિવ દ્વારા સ્વાગત પ્રવચન થશે. બાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સંબોધન કરશે. બપોરે 3:15 થી 4:15 વાગ્યા સુધી યોગ- પરમ આનંદ અને સુશાસનનો રાજમાર્ગ વિષય પર મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢીયા દ્વારા વક્તવ્ય રજૂ થશે. સાંજે 4:30થી 05:15 વાગ્યા દરમ્યાન રમત ગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહિત કરવા વિષય પર જૂથ ચર્ચા થશે. જેમાં રાજ્યના રમત ગમત અને યુવક સેવા વિભાગના મંત્રી હર્ષ સંઘવી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર સહભાગી બનશે. ત્યારબાદ 5:30 થી 7:30 દરમ્યાન તમામ શિબિરાર્થી સહભાગીઓ સાથે સોમનાથ મંદિર ખાતે ગ્રુપ ફોટોગ્રાફ, દર્શન, જલાભિષેક, સંધ્યા આરતી, લાઈટ સાઉન્ડ શો નિહાળશે.

ઇ-પેપરના નવા શુલ્ક