• બુધવાર, 02 એપ્રિલ, 2025

avsan nondh

જામનગર: સ્વ. બાબુલાલ હરિશંકર કલ્યાણીના પત્ની, હરિચ્છાબેન તે મહેશભાઇ (દેના બેંક), હસમુખભાઇ કલ્યાણી, સ્વ. અતુલભાઇના માતુશ્રી, કીર્તિભાઇ, અશોકભાઇ, વિપુલભાઇના ભાભુ, સ્વ. મગનલાલ છગનલાલ ખીરાના દીકરી, અભિષેકભાઇ, રીમાબેન પ્રકાશકુમાર જોષી, ધ્વનિ શરદકુમાર ધરદેવના દાદીનું અવસાન થયું છે. પ્રાર્થના સભા (બેસણું) તા.29ના સાંજે 5થી 5-30  બહેનો તથા ભાઇઓ માટે પિયર પક્ષની સાદડી સાથે પાબારી હોલ, તળાવની પાળ, જામનગર છે.

ધોરાજી: વિનોદરાય મોહનભાઇ દાવડા તે નિશાંતના પિતાશ્રી, રમણીકભાઇ, તુલસીભાઇ, રતીભાઇ, અશોકભાઇ ભાઇનું તા.27ના અવસાન થયું છે. બેસણું તા.29ના સાંજે 4થી 6 શિવાંગી એપાર્ટમેન્ટ, અવેડા ચોક, ધોરાજી તેમના નિવાસસ્થાને છે.

રાજકોટ: નિર્મલાબેન (ઉં.89) તે એડવોકેટ સ્વ. હરકાંતભાઇ અમૃતલાલ માણેકના પત્ની, ઠા. ગીરધરલાલ મોરારજી કોટકના પુત્રી, રશ્મીબેન અમૃતલાલ માણેકના ભાભી, મેહુલ હરકાંતભાઇ માણેક, અપૂર્વ હરકાંતભાઇ માણેક (એડવોકેટ), સ્વ. કાશમીરા ભરત તન્નાના માતુશ્રી, સુરભી, અમિતાના સાસુ, સ્વાતીના દાદીનું તા.27ના અવસાન થયું છે. બન્ને પક્ષની પ્રાર્થના સભા તા.31ના સાંજે 5થી 6 રાષ્ટ્રીય શાળા મધ્યસ્થ ખંડ, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ છે.

મોરબી: શ્રીમાળી બ્રાહ્મણ નટવરલાલ ઓધવજીભાઇ ઓઝાના પુત્ર, હરિશભાઇ (રીટાયર્ડ પીજીવીસીએલ) (ઉં.75) તે નયનાબેનના પતિ, મુકેશભાઇ, (રીટાયર્ડ એસબીઆઇ), લતાબેન જ્યોતિકાબેન, રેણુકાબેનના મોટાભાઇ, મૌલિક, આકાશના પિતાશ્રી, ધૈર્ય અને હિર્વાના કાકા, જીયાંશના દાદાનું તારીખ 25ના અવસાન થયું છે. બેસણું તા.29ના બપોરે 4થી 6  હરિશભાઇ એન. ઓઝા, બ્લોક નંબર-103, પહેલો માળ, સરસ્વતી રેસિડેન્સી, સત્યમ પાન સ્ટ્રીટ, સરદાર બાગની સામે, શનાળા રોડ, મોરબી છે.

અમરેલી: મૂળ લીલિયા મોટા વાળા, હાલ વડોદરા નિવાસી, રજનીભાઇ વિનુભાઇ મકવાણા (ચોકસી)નું  તે (આભૂષણ જ્વેલર્સ વાળા), નરેન્દ્રભાઇના નાના ભાઇ, અંકિત, હીરક રજનીભાઇ મકવાણાના પિતાજીશ્રીનું તા.22ના અવસાન થયું છે. પ્રાર્થના સભા અમરેલી મુકામે તા.29ના આર.કે. હોલ, કેરિયા રોડ, અંડરબ્રિજની સામે, માણેકપરા, અમરેલી છે.

રાજકોટ: પ્રેમીલાબેન શાંતિલાલ પીઠડિયા (ઉં.71) તે સ્વ. શાંતિલાલ નગીનદાસના પત્ની, મગનભાઇ દેવરાજભાઇ સોલંકીના પુત્રી, ધર્મેન્દ્ર, ધર્મેશ, અજય, સંજયભાઇના માતુશ્રીનું અવસાન થયું છે. બેસણું તા.29ના સાંજે 5થી 6 પિયર પક્ષ સાદડી સાથે ગાંધીગ્રામ, ગૌતમનગર-2, ‘પીઠડાઇ કૃપા’ મકાન રાજકોટ છે. મો.નં. 99040 87274.

 

ઇ-પેપરના નવા શુલ્ક