સહકારી
પ્રવૃત્તિના ભિષ્મપિતામહ જયવંતસિંહ જાડેજાનું અવસાન
અંતિમયાત્રા
સહકારી, સામાજિક, રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા
ભાવનગર,
તા. ર6: સહકારી ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપનાર તથા ગ્રામ્ય વિસ્તારનું અનેકવિધ કાર્ય
કરનાર નિડર, બાહોશ નેતા જયવંતસિંહ ડી. જાડેજાનું આજે સવારે અવસાન થયું હતું. તબિયત
ઉંમરના લીધે અસ્વસ્થ રહેતી હતી પરંતુ મજબુત મનોબળ અને ઈચ્છાશક્તિના જોર છેક સુધી કાર્ય
કરતા રહ્યા. માર્ચ મહીનામાં ભાવનગર જિલ્લા સંઘના ઉપક્રમે યોજાયેલ આંતરરાષ્ટ્રીય સહકારી
વર્ષની ઉજવણીમાં ઉપસ્થિત રહી વક્તવ્ય આપી માર્ગદર્શન પૂરું પાડેલ હતું. અગાઉ ભાવનગર
ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના સંચાલન કરી અનેક કીર્તિમાનો સ્થાપિત કર્યા હતા. એમના
અવસાનથી સહકારીક્ષેત્રે ન પૂરી શકાય તેવી ખોટ પડી છે.
ભાવનગર
જયવંતસિંહ દાદુભા જાડેજા રાજ્યના સહકારી આગેવાન, પ્રમુખ જિલ્લા સહ સંઘ ભાવનગર (ઉં.90)
તે નરેન્દ્રસિંહ, રવિન્દ્રસિંહ, બળદેવસિંહ, ડૉ.જયદીપસિંહના મોટાભાઈ, પરેશભાઈ (ડે.મેનેજર,
ભા.ડી.કો.ઓ.બેંક), ભાવનાબેન (ડિરેક્ટર જિલ્લા બેંક, ભાવનગર)ના પિતાશ્રી, ડૉ.કૃતાર્થસિંહ
તથા મહિદીપસિંહ, દર્શિલસિંહ, શિવાર્થરાજના દાદાનું તા.ર6ના અવસાન થયું છે. બેસણું તા.ર8ને
શુક્રવારે દીપક હોલ ખાતે સવારે 9થી 1ર.30 રાખેલ છે. તથા રાજકોટમાં તા.ર9ને શનિવારે
સાંજે 4થી 6 સ્વાતિ સોસાયટી, 3-સત્યસાઈ રોડ, આત્મીય યુનિ. પાછળ, રાજકોટ રાખેલ છે.
ચક્ષુદાન
રાજકોટ:
રેખાબેન ઘનશ્યામભાઇ વરમોરાનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ
ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન,
સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 660મું ચક્ષુદાન થયેલ છે.
રાજકોટ:
બ્રહ્મક્ષત્રીય સ્વ.પ્રવીણચંદ્ર મકનજી પડીયાનાં પત્ની કુંદનબેન (ઉં.76) તે નિલેષભાઈ,
જયેશભાઈ, મનોજભાઈ, વિપુલભાઈ, પારૂલબેન જયેશભાઈ વિંછીનાં માતુશ્રી, તુલસીદાસ લાલજી જાજલનાં
દીકરીનું અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.ર7ના સાંજે 4થી 6 બ્રહ્મક્ષત્રીય જ્ઞાનીની
વાડી, પેડક રોડ, રાજકોટ પિયર પક્ષની સાદડી સાથે છે.
રાજકોટ:
મૂળ માવનુગામ હાલ રાજકોટ સ્વ.પરસોત્તમભાઈ માવજીભાઈ ચાવડાના પત્ની ગોમતીબેન (ઉં.7ર)
તે કિરીટભાઈ પરસોતમભાઈ ચાવડા, જયશ્રીબેન પ્રદીપકુમાર પરમાર, ઉર્મિલાબેન વિનોદકુમાર
મારુ, હીનાબેન ભરતકુમાર જાદવના માતુશ્રીનું તા.ર3ના અવસાન થયું છે. બેસણુ તા.ર7ના સાંજે
4થી 6 જલેશ્વર મહાદેવ મંદિર, જલજીત સોસાયટી મેઈન રોડ, ઉમિયા ચોક પાસે, રાજકોટ છે.
રાજકોટ:
અમૃતલાલ સવજીભાઈ ચગ (ઉં.83) તે સ્વ..મોતીલાલ સવજીભાઈ ચગ (લંડન)ના નાનાભાઈ, પુષ્પાબેન
વિનોદભાઈ રાયચુરા (પોરબંદર)ના મોટાભાઈ, પરેશભાઈ ચગ, ભાવનાબેન જગદીશભાઈ અમલાણી (પોરબંદર),
નિતાબેન જયેશભાઈ દક્ષિણી (રાજકોટ), સોનલબેન વિકિભાઈ કાનાણી (રાજકોટ), યોગિતાબેન વિરાજભાઈ
ખખ્ખર (વેરાવળ)ના પિતાનું તા.ર6ના અવસાન થયું છે. ઉઠમણું તા.ર7ના સાંજે 4થી પ, પ્રસંગ
હોલ, પામ યુનિવર્શ, ગંગોત્રી મેઈન રોડ, શિલ્પન ઓનિક્સ પાસે, રાજકોટ છે.
જામનગર:
વિશા ઓસવાલ જ્ઞાતિય ધર્મવત્સલા મંજુલાબેન કનકલાલ ઝવેરી (ઉં.88) કનકલાલ સુંદરલાલના પત્ની,
કૌશિકભાઈ, સુધીરભાઈ, અનિલભાઈના માતૃશ્રી સુનીતાબેન, શોભાબેન, નીકિતાબેનના સાસુ, શ્રેયા,
શ્રેણિકભાઈ, ઉર્મિલ, ધૈર્ય તથા મિતુલના દાદી, ઝવેરી છોટાલાલ મોતીચંદના પુત્રી, સંપતભાઈ,
અરવિંદભાઈ, અશ્રુબેન વેણીલાલ, સાધ્વી નિરૂપમા શ્રી મ.સા. વિમળાબેન મહેન્દ્રલાલ, ઈન્દુબેન
પુષ્પકાંતભાઈના બહેનનું તા.રપના અવસાન થયુ છે. ગુરુભગવંતના મુખેશ્રી માંગલિક શ્રવણ
તા.ર7ના સવારે 9.30 શાંતિભૂવન ઉપાશ્રય મધ્યે, આણદાબાવાના ચકલા પાસે, જામનગર છે. લૌકિક
વ્યવહાર બંધ છે.
રાજકોટ:
ગુજરાતી મચ્છુકઠિયા દરજી જ્ઞાતિ, રાજકોટ સ્વ.દુર્લભજીભાઈ રાઘવજીભાઈ ચાવડા તે ધવલભાઈના
પિતાશ્રી, રમેશભાઈના કાકા, ધરમભાઈ વિનોદરાય ચાવડાના મોટા અદાનુ તા.રપનાં અવસાન થયું
છે. બેસણું તા.ર7ના સાંજે 4થી 6 સહયોગ વાડી, ધર્મજીવન માર્ગ, રાજકોટ છે.
રાજકોટ:
તુષારભાઈ વિપિનભાઈ માંકડ (રિટાયર્ડ એસ.બી.આઈ. અધિકારી) તે પરાગ માંકડના ભાઈ, પ્રીતિબેનના
પતિ, મંત્રમના પિતાશ્રીનું અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.ર7ના સાંજે પથી 6 નાગરબોર્ડિગ,
વિરાણી ચોક પાસે, રાજકોટ છે.
સાસણ:
રસીકલાલ તુલસીદાસ કાચેલા (ઉં.71) તે અમૃતલાલ, હિમતલાલ, દિલીપભાઈના ભાઈ, સુનીલભાઈ, કિરણબેન,
આનંદીબેન, જીગુબેન, પૂજાબેન, સોનલબેનના પિતા, સ્વ.મનસુખલાલ નાનજીભાઈ તન્ના (વેરાવળ)ના
બનેવી, વિનોદભાઈ, પ્રદીપભાઈ અને વિરેન્દ્રભાઈના ફૂવાનું તા.રપના અવસાન થયું છે. સ્વસુર
પક્ષની સાદડી તા.ર7ના સાંજે પથી 6 તેમના નિવાસ સ્થાન સ્વામીનારાયણ મંદિર ચોક, સાસણ
ગિર ખાતે છે.
સાવરકુંડલા:
ઉષાબેન નાનજીભાઈ નાથાભાઈ વાઘેલા (ઉં.78) તે મયુરભાઈ નાનજીભાઈ વાઘેલાના માતાનું તા.ર4ના
અવસાન થયું છે. બેસણું તા.ર7ના બપોરે 4થી 6 મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ વાડી ગુરુકુળ સામે
કોલેજ રોડ, સાવરકુંડલા છે.
ગેંડલ:
અશ્વિનભાઈ કનુભાઈ ખંઢેરિયા (ઉં.પ6) (રાજકોટ જિલ્લા ઔદ્યોગિક સહકારી સંઘ લી. (સૌરાષ્ટ્ર
એમ્પોરીયમ) રાજકોટ પ્રમુખ, ધી ગુજરાત રાજ્ય હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટ ઔદ્યોગિક સહકારી
ફેડરેશન લી અમદાવાદના ડાયરેક્ટર) તે પ્રફુલ્લભાઈ હરીભાઈ ખંઢેરિયાના નાના ભાઈ, ભાવેશભાઈ
તેમજ અંજનાબેન મકવાણાના મોટાભાઈ, અંકિત, જતનના પિતાનું તા.રપના અવસાન થયું છે. બેસણું
તા.ર7ના સાંજે 4થી 6 શ્યામવાડી, પેલેસ રોડ, ગોંડલ છે.
રાજકોટ:
ખાંટ (રાજપુત) કાનજીભાઈ મેરામભાઈ ગુજરાતી (ઉં.74) તે રામજીભાઈ મેરામભાઈ ગુજરાતીના નાનાભાઈ,
ચંદ્રેશભાઈ, અલ્પેશભાઈના પિતાશ્રીનું તા.ર4ના અવસાન થયું છે. બેસણું તા.ર7ના સાંજે
4થી 6 કોઠારિયા મેઈન રોડ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ, ખોડિયાર મંદિર પાસે, તેમના
નિવાસ સ્થાને છે.
જૂનાગઢ:
દામોદરદાસ લખાણીના પત્ની મુક્તાબેન (ઉં.96) તે સ્વ.નરેન્દ્રભાઈ, પ્રવિણચંદ્ર, દીપકભાઈ,
મહેન્દ્રભાઈ, શૈલેષભાઈ, સ્વ.પ્રવિણાબેન અને મધુબેન અરવિંદ કોટકના માતુશ્રીનું તા.ર6ના
અવસાન થયું છે. બેસણું તા.ર7ના સાંજે પથી 6 માંગનાથ મંદિર, જૂનાગઢ છે.
જૂનાગઢ:
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ વડોદરા નિવાસી નવનીતરાય મણીશંકર શ્રોત્રિય (ઉં.83) (જૂનાગઢવાળા)
તે નિખાલસ અને મિતલબેનના પિતા, કનકભાઈ, જનકભાઈ, રવિન્દ્રભાઈના વડિલબંધુ, હરેશભાઈ, રાજુભાઈ
વાલજીભાઈ મહેતાના બનેવીનું તા.ર4ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.30ના સવારે 9થી
11 નાથળિયા ઉનેવાળ બ્રહ્મક્ષત્રિયની વાડી, ગાંધીગ્રામ, જૂનાગઢ છે.
જૂનાગઢ:
ઝાલા મંગળસિંહ વજેસિંહ (અડવાણાવાળા)ના પત્ની શાંતાબા (ઉં.80) તે મીનાબા, શોભનાબા અને
રાજેન્દ્રસિંહના માતુશ્રીનું તા.ર6ના અવસાન થયું છે. બેસણું તા.ર8ના સાજે 4.30થી 6.30
પ્રમુખસ્વામી સભાખંડ, અક્ષર મંદિર, જૂનાગઢ છે.
રાજકોટ:
પાર્વતીબેન બાબુલાલ ગોહેલ (ઉં.8પ) તે સ્વ.બાબુલાલ શામજીભાઈ ગોહેલના પત્ની, મનોજભાઈ,
ધર્મેન્દ્રભાઈ, મીનાબેન અનીલભાઈ ચૌહાણના માતુશ્રીનું તા.ર4ના અવસાન થયું છે. બેસણું
તા.ર7ના સાંજે 4થી 6 બજરંગવાડી સર્કલ પાસે, પવન કોમ્પલેક્ષ-રાજકોટ-6 છે.
રાજકોટ:
કાંતીલાલ ધરમશીભાઈ કોરડીયા (ઉં.78) તે દીપેન કાંતીલાલ કોરડિયાના પિતાશ્રીનું તા.રપના
અવસાન થયું છે. બેસણું તા.ર8ના સવારે 9થી 10.30 સ્પીડવેલ પાર્ટી પ્લોટ, ફીલ્ડમાર્શલ
રોડ, રાજકોટ છે. ટેલિફોનિક શોક સંદેશો મો.નં.98796 22477 પર પાઠવવો.
સુત્રાપાડા:
પ્રેસપ્રતિનિધિ ગીગાભાઈ પ્રતાપભાઈ બારડના માતુશ્રી સ્વ.વાલીબેન પ્રતાપભાઈ બારડ (ઉં.91)
તે રામભાઈ પ્રતાપભાઈ બારડ, જેસીંગભાઈ પ્રતાપભાઈ બારડના માતુશ્રી, કનકસિંહ, વિજયસિંહ,
હરેશકુમાર, ઉમેશકુમાર બારડ, શ્યામના દાદીનું તા.ર5ના અવસાન થયું છે. બેસણું તા.ર8ના
સૂત્રાપાડા વાડીએ રાખેલ છે.
વીરપુલ
જલારામ: મુક્તાબેન જેરામભાઈ સોરઠિયા (ઉં.69) વિરપુર જલારામ (મૂળ ચરખડીવાળા) તે જેરામભાઈ
કરશનભાઈ સોરઠિયાના પત્ની, વિજયભાઈ, પ્રશાંતભાઈ (પીન્ટુભાઈ) જલારામ મેડિકલ સ્ટોરના માતુશ્રીનું
તા.ર6ના અવસાન થયું છે. બેસણું તા.ર8ને શુક્રવારના રોજ સાંજે 4થી 6 લેઉવા પટેલ સમાજ
વાડી મુકામે રાખેલ છે.
ગોંડલ:
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ હંસાબેન પ્રાણભાઈ મહેતા (ઉં.77) મૂળ ગોંડલ હાલ ભરૂચ
તે ગૌરાંગ પ્રાણભાઈ મહેતા (ભરૂચ), નયનાબેન હર્ષદભાઈ પાઠક (પોરબંદર), છાયાબેન કિરીટભાઈ
પાઠક (અમદાવાદ), શ્રદ્ધાબેન રમેશભાઈ પાઠક (ગોંડલ), સોનલબેન વિપુલભાઈ ખંભોળિયાના માતુશ્રી,
હિનાબેન ગૌરાંગભાઈ મહેતાના સાસુ, રૂદરા ગૌરાંગભાઈ મહેતા, કિર્તન ગૌરાંગભાઈ મહેતાના
દાદીનું તા.ર4ના અવસાન થયું છે. તા.ર7ના સાંજે 4થી 6 ગૌરાંગ પ્રાણભાઈ મહેતા, એબી-33
આતીર્થ બંગલો, નિપનનગરની બાજુમાં, એચડીએફસી બેંક પાછળ, લિંકરોડ, ભરૂચ છે.
વેરાવળ:
નરોત્તમભાઈ (નટુભાઈ) મનજીભાઈ ચોલેરા (ઉં.8પ) તે સ્વ.મનજીભાઈ કલ્યાણજીભાઈ ચોલેરાના પુત્ર,
સ્વ.ગોવિંદજીભા મનજીભાઈ ચોલેરા, સ્વ.ગિરધરલાલા મનજીભાઈ ચોલેરાના નાનાભાઈ, રાજુભાઈ,
જયેશભાઈ (મુન્નાભાઈ), ભાવેશભાઈના પિતાશ્રી (રાજ સ્ટુડિયો, વેરાવળ), હર્ષભાઈ, ડૉ.હિતભાઈ,
ડૉ.યુવરાજ, ખુશભાઈ ચોલેરાના દાદાનું તા.ર6ના અવસાન થયું છે. ઉઠમણું તા.ર7ના બપારે પાંચ
કલાકે નવા રામ મંદિર,કૃષ્ણનગર (ખડખડ) વેરાવળ છે.
ચલાલા:
ચલાલાના વતની અને અમરેલી રહેતા નીરૂબેન કિશોરભાઈ મકવાણા (ઉં.પ4) તે કિશોરભાઈ દુલ્લભજીભાઈ
મકવાણાના પત્ની, લવકેશના માતુશ્રીનું તા.રપના અવસાન થયું છે. બેસણું તા.ર8ના સાંજે
4થી 6 સુધી લુહાર જ્ઞાતીની વાડી, ચલાલા છે.