• બુધવાર, 02 એપ્રિલ, 2025

avsan nondh

ચક્ષુદાન

રાજકોટ: ગોંડલ તાલુકાના ચરખડી ગામના વતની રાજકોટ નિવાસી ભીખુભાઈ ગોરધનભાઈ પારખીયાનું અવસાન થતા તેના પુત્રો અને પરિવારજનોની ઈચ્છા અનુસાર જનજાગૃતિ અભિયાન સમિતિના કાર્યકર્તા પ્રવીણભાઈ હાપલીયાની પ્રેરણાથી ચક્ષુદાન કરી બે દૃષ્ટિહીન બાંધવોને દૃષ્ટિ આપવાનું પુણ્યનું કાર્ય કર્યું છે. વિવેકાનંદ યુથ ક્લબના માર્ગદર્શક મુકેશભાઈ દોશી અને ચક્ષુદાન અભિયાનના અનુપમભાઈ દોશી જૈન સોશિયલ ગ્રુપની આશ્રય કમિટી ચેરમેન ઉપેનભાઈ મોદીની પ્રેરણાથી 154મું ચક્ષુદાન છે.

દેહદાન

રાજકોટ: જગદીશભાઈ દિલીપરાય બુચ તે કોકિલાબેનના પતિનું તા.30ના અવસાન થયું છે. સદગતની ઈચ્છા અનુસાર તેમના પવિત્ર દેહનું દાન રાજકોટની મેડિકલ કોલેજમાં કરેલું છે. પ્રાર્થનાસભા તા.31ને સોમવારે સાંજે 5-30 થી 6-30, શ્રી નાગર બોર્ડિંગ, વિરાણી હાઈસ્કૂલ સામે, રાજકોટ ખાતે છે.

રાજકોટ: પ્રતિક વસાવડા (મોની) તે જનાર્દન (બટુકભાઇ) વસાવડાનાં પુત્ર અને અલ્કા શશીન નાણાવટી તથા રૂપાલી જયેશ દેસાઇના ભાઇનું તા.30ના અવસાન થયું છે. સ્મશાન યાત્રા તા.31ને સોમવારે સવારે 8 વાગ્યે તેમના નિવાસસ્થાન 102/શ્યામ એપાર્ટમેન્ટ નવાનાગર વાડાથી નીકળશે. લૌકિકક્રીયા બંધ રાખેલી છે.

રાજકોટ: મહિપતવન જગજીવન ગોસ્વામી (ઉં.78)નું તા.28ને શુક્રવારે અવસાન થયું છે. શક્તિ પૂજન તા.4ને શુક્રવારે સાંજે 4 કલાકે તેમના નિવાસ સ્થાન, શ્રી સાંઈનાથ મહાદેવ મંદિર, શેરી નં.2, સાંઈબાબા સોસાયટી, રેલનગર-1, રાજકોટ ખાતે છે.

રાજકોટ: દેવાંગ (લાલુ) તે નિતીનભાઈ ભગવાનજીભાઈ વિઠલાણીના પુત્ર, ગૌરાંગભાઈના ભાઈ, રાજેશભાઈ ચુનીભાઈ દાવડાના જમાઈનું તા.30ને રવિવારે અવસાન થયું છે. ઉઠમણું પંચનાથ મહાદેવ મંદિર, પંચનાથ પ્લોટ, રાજકોટ ખાતે તા.31ને સોમવારે સાંજે 5 થી 6 છે. પિયર પક્ષની સાદડી

સાથે છે.

જસદણ: શાંતાબેન (ઉ.વ.95) તે સ્વ.મગનભાઈ બાવજીભાઈ વાજાના પત્ની, ચમનભાઈ, હિંમતભાઈ, ગજેન્દ્રભાઈ, ઉમેશભાઈના માતાનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.31ને સોમવારે સાંજે 4 થી 6, તેમના નિવાસ સ્થાન, સહિયર સોસાયટી, બાયપાસ રોડ, જસદણ ખાતે છે.

રાજકોટ: ચાતુર્વેદી મચ્છુ કાઠીયા મોઢ બ્રાહ્મણ હર્ષદભાઈ તે સ્વ.હરીલાલ વજેશંકર પંડયાના પુત્ર, કિશોરભાઈ, સ્વ.કિરીટભાઈ, કુંદનબેન પી.દવે તથા સ્વ.મીનાબેન એ.દવેના ભાઈ તથા હર્ષ તેમજ કાજલબેન મયંકકુમાર ત્રિવેદીના પિતા તથા રાયપુર નિવાસી સ્વ.ગુણવંતરાય પંડયાના જમાઈનું તા.30ના અવસાન થયું છે. ઉઠમણું તા.31ને સોમવારે સાંજે 5 થી 6, મીલપરા બ્રાહ્મણ બોર્ડિંગ (ગુલાબવાડી) રાજકોટ ખાતે છે.

સાવરકુંડલા: હિંમતલાલ ગીરધરલાલ પોપટ (ઉ.82) તે હરેશભાઈ, કમલેશભાઈ, જગદીશભાઈના પિતાનું તા.27ને ગુરૂવારે અવસાન થયું છે. બેસણું તા.31ને સોમવારે સાંજે 4 થી 6, રિદ્ધિસિદ્ધિનાથ મહાદેવ મંદિર, નાવલી પોલીસ ચોકી પાસે, સાવરકુંડલા

ખાતે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક