• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

અવસાન નોંધ

રાજકોટ: દિનેશભાઈ પોપટલાલ અમલાણી તે સ્વ.ભરતભાઈ, હરેશભાઈના ભાઈ, પ્રતિક, માધવીબેન અજયકુમાર રાજાણી, શ્વેતાબેન રાકેશકુમાર ચોલેરાના પિતાનું તા.25ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.26ના 4-30 થી 5-30 ગીતા મંદિર, જંક્શન મેઈન રોડ, રાજકોટ છે.

જામનગર: ઔદિચ્ય ગઢીયા બ્રહ્મ સમાજના મેહુલ અવિનાશ દવે (ઉં.57) તે ભક્તિબેનના પતિ, બંસી, દેવાંશીના પિતા, વિપુલભાઈના નાનાભાઈ, નિખિલભાઈ, સ્વ.નીરવભાઈના મોટાભાઈ, મીત અને યશ્વીના કાકા, સ્વરા, હિતના ભાઈજીનું તા.25ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.26ના 5 થી 5-30, નર્મદેશ્વર મહાદેવના મંદિરે, પંચવટી, જામનગર છે.

રાજકોટ: મુળ ગામ સુપેડી ધોરાજી હાલ રાજકોટ રમેશચંદ્ર પોપટલાલ ચૌહાણ (ઉં.74) તે ચેતનભાઈના પિતા, સ્વ.કિશોરભાઈ પોપટલાલ ચૌહાણના નાનાભાઈ, નયનભાઈ, બ્રિજેશભાઈના કાકા, દેવેનકુમાર મકવાણા, પરાગભાઈ અકલેશ્વરિયા અને મિલનભાઈ બારડના સસરાનું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.26ના સાંજે 4 થી 6, “િશવમ’’, સમૃદ્ધિ પાર્ક-3, આલાપ ગ્રીન સીટી પાછળ, રૈયા રોડ, રાજકોટ છે.

સાવરકુંડલા: ગીતાબેન માનસેતા (ઉં.71) તે રમણીકલાલ અમૃતલાલ માનસેતાના પત્ની, દિપકકુમાર, ધર્મેન્દ્રભાઈ, ગિરીશ (ગોપાલ)ના માતાનું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.26ના સાંજે 4 થી 6, લોહાણા મહાજન વાડી, નદીકાંઠે, સાવરકુંડલામાં પિયર પક્ષની સાદડી સાથે છે.

બગસરા: મુળ સણોસરા અને હાલ બગસરા રમણીકભાઈ મણિલાલ દવેના પત્ની મંગળાબેન (ઉં.65) તે ધીરજલાલ દવે (સણોસરા), પ્રભાશંકર દવે (ભાવનગર), લીલાબેન પાઠક (અમરેલી), જયાબેન વ્યાસ (બગસરા)ના નાનાભાઈના પત્ની, કિરીટભાઈ દવે (નાગરીક બેંક), જાગૃતિબેન (બગસરા)ના માતાનું તા.25ના અવસાન થયું છે.

પોરબંદર: કુસુમબેન રસિકલાલ કાનાણી (ઉં.87) તે યુગાન્ડા ઈન્ડસ્ટ્રીઝ વાળા સ્વ.રસિકલાલ લાલજીભાઈ કાનાણીના પત્ની, નલીનભાઈ, ડો.જયેશભાઈ, દિપ્તીબેન દિપેશભાઈ હાલાણી, ડો.નીલમબેન હિરેનભાઈ કોટેચાના માતા, રોહિત (રાજકોટ), ડો.વિધિ કાનાણી, ડો.દર્શી કાનાણી, માનીતના દાદી, જોડિયાવાળા ભગવાનજી ભાણજીના પુત્રીનું તા.24ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.26ના 4-15 થી 4-45 દરમિયાન લોહાણા મહાજન વાડીના પ્રાર્થના સભા હોલ ખાતે ભાઈ-બહેનોની પિયર પક્ષની સાદડી સાથે છે.

મોટી પાનેલી: કાછેલા કિશોરભાઈ ગોરધનભાઈ (ઉં.74) તે ભરતભાઈ, મિતેશભાઈ, જીતેશભાઈ, રાયચુરા નિશાબેનના પિતા, અતુલકુમાર મુળજીભાઈ રાયચુરા (જામનગર)ના સસરા, સ્વ.પોપટલાલ ગોરધનદાસ ઠકરાર (પોરબંદર)ના જમાઈનું તા.25ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી સાથે તા.26ના 4 થી 5, લોહાણા મહાજન વાડી, મોટી પાનેલી છે.

ઇ-પેપરના નવા શુલ્ક