• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

ટ્રમ્પ ઉપર સ્વિસ મોડેલનો બળાત્કારનો આરોપ

1993માં હોટેલનાં રૂમમાં બોલાવીને બળજબરી કર્યાનો દાવો

નવી દિલ્હી, તા.27ઃ સ્વિત્ઝર્લૅન્ડની એક ભૂતપૂર્વ મોડલ બીટ્રિસ ક્યૂલેએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. તેણે દાવો કર્યો છે કે, 1993માં ન્યૂયોર્કની પ્લાઝા હોટેલમાં ટ્રમ્પે તેમની સાથે બળાત્કાર કર્યો હતો.

ક્યૂલેનાં કહેવા અનુસાર આ ઘટના પછી તેના શરીરના અનેક ભાગોમાંથી લોહી નીકળી રહ્યું હતું અને શરીર પર ઈજાનાં નિશાન પડી ગયાં હતાં. અમેરિકી સંસદમાં ડેમોક્રેટિક સભ્યો દ્વારા જાહેર કરવામાં આવેલા એક નવા અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. ક્યૂલેએ 2024માં ટ્રમ્પ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારે તેણે કહ્યું હતું કે 1993માં

ટ્રમ્પે તેમને બળજબરીથી પકડીને ચુંબન કર્યું હતું અને તેમનાં કપડાં ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. હવે નવા અહેવાલમાં ક્યૂલેએ સમિતિના કર્મચારીઓને જણાવ્યું છે કે તે ઘટના દરમિયાન ટ્રમ્પે તેમની સાથે બળાત્કાર કર્યો હતો.

ક્યૂલ સ્વિટ્ઝર્લૅન્ડની મોડલ અને ભૂતપૂર્વ મિસ સ્વિટ્ઝર્લૅન્ડ છે. 1993માં તે અમેરિકન ડ્રીમ પેજન્ટમાં ભાગ લેવા માટે અમેરિકા ગઈ હતી. આ સ્પર્ધા ટ્રમ્પ સાથે ભાગીદારીમાં યોજાઈ હતી. કાર્યક્રમ દરમિયાન મેનહટનની પ્લાઝા હોટેલમાં પત્રકારો સાથે બપોરના ભોજન વખતે તેમની ટ્રમ્પ સાથે મુલાકાત થઈ હતી. ક્યૂલેએ જણાવ્યું કે ત્યારબાદ ટ્રમ્પના એક સહયોગીએ તેમને હોટેલના રૂમમાં મળવા માટે બોલાવ્યાં હતાં. તેને લાગ્યું હતું કે ત્યાં વાતચીત થશે, પરંતુ તેમના આરોપ અનુસાર, રૂમમાં ટ્રમ્પે પાછળથી તેમને પકડી લીધી હતી  અને પછી બળજબરીથી બળાત્કાર કર્યો. ક્યૂલનો આરોપ છે કે ઘટના બાદ ટ્રમ્પે તેમને આ અંગે ચૂપ રહેવા કહ્યું હતું. તેણે અમેરિકાના વિઝા અપાવવામાં અને ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવામાં મદદ કરવાનું વચન પણ આપ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક