પત્રકાર
મનોજ વાળાના માતાનું અવસાન
છાસિયા:
વીંછીયા તાલુકાના છાસિયા ગામના વતની ગૌરીબેન વાળા (ઉ.75) તે સ્વ. મકાભાઇના પત્ની, હંસાબેન,
પ્રવીણભાઇ, દીપકભાઇ, મનસુખભાઇ, નરેશભાઇ, મનોજભાઇ (પત્રકાર)ના માતા, જેન્તીભાઇ પુરબિયા,
હંસાબેન, મંજુબેન, સોનલબેન, શોભનાબેન, રૂચિતાબેન, રીનુબેનના સાસુ, પાયલ, દિગીશા, સપના,
પ્રાંજલ, સંજના, સુરતી, નિરાલી, માનવી, નિરવા, મહિપત, તરૂણ અને જયદીપના દાદી, અરવિંદ,
ગોપાલ, રાહુલ, મેહુલ, શિલ્પા અને કાજલના નાની, સ્વ. રઘાભાઇ સોઢા, સ્વ. કાળુભાઇ સોઢા,
પુનાભાઇ ચૌહાણ અને કાંતિભાઇ ચૌહાણના બહેન, સ્વ. મનોજભાઇ, લાલજીભાઇ અને કનુભાઇના ફઇનું
તા.15ના અવસાન થયું છે. ઉત્તરક્રિયા તા.25ને રવિવારે બપોરે 2 થી 6 છાસિયા ગામે તેમના
નિવાસસ્થાને છે.
ચક્ષુદાન
રાજકોટ:
શાંતિલાલ મેઘજીભાઇ ચાવડાનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છાનુસાર ચક્ષુદાન કરાવેલું
છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન
જાગૃતિ અભિયાનમાં 905મું ચક્ષુદાન થયેલું છે.
ચક્ષુદાન
રાજકોટ:
મોહિતભાઇ અરવિંદભાઇ વાસાણી (ઉ.27)નું અવસાન થતા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી
તથા કાલાવડ રોડ ફાયરબ્રિગેડના સ્ટેશનના ઓફિસર શૈલેષભાઇ નડીયાપરાના પ્રયાસથી બન્ને ચક્ષુઓનું
દાન કરવાનો સમાજ ઉપયોગી નિર્ણય લીધો હતો. ચક્ષુદાનમાં અર્હમ આઇ ફાઉન્ડેશનના આંખના સર્જન
ડો, ધર્મેશ શાહ તેમજ તેમની ડોકટર્સની ટીમ દ્વારા સેવા અપાઇ હતી.
જૂનાગઢ:
મેખાટીબી નિવાસી લાલદાસ મોહનદાસ નિમાવત (ઉ.વ.82) તે મનીષભાઈ અને બીનાબેનના પિતા, ઓધવદાસના
વડીલબંધુ તથા રાજેશ અને પારસના કાકાનું તા.18 ના અવસાન થયું છે. બેસણુ તા.22 ના તેમના
નિવાસ સ્થાન મેખાટીંબી ખાતે છે.
જૂનાગઢ:
નિરાગભાઈ તે એડવોકેટ સ્વ.શ્રીકાંતભાઈ શુકલના પુત્રીં હેમાબેન (એડવોકેટ) અનસ રાસેશભાઈના
ભાઈ તથા હીનાબેનના પતિનું તા.18 ના અવસાન થયું છે. ઉઠમણુ તા.22 ના સાંજે પ થી 6 કલ્યાણનગર
સોસાયટી, કોમ્યુનિટી હોલ, બહાઉદીન કોલેજ સામે, જૂનાગઢ ખાતે છે.
જૂનાગઢ:
રાજગોર બ્રાહ્મણ હરમડિયાગીર નિવાસી સવિતાબેન જોશી તે કાંતિભાઈ અંબારામ જોશીના પત્ની,
વજેશંકર, સ્વ.મગનભાઈ, બટુકભાઈ અને ઈશ્વરભાઈના ભાઈના પત્ની તેમજ સ્વ.કેશવજી નાગજી ત્રિવેદી
(ગુંદાળા) અને સ્વ.ગોવિંદભાઈ (ગોંડલ) ના બહેનનું તા.19 ના અવસાન થયું છે. બેસણુ તા.22
ના તેમના નિવાસ સ્થાન હરમડિયા ખાતે છે.
માંગરોળ:
બાબુભાઈ કરશનભાઈ પરમાર (ઉ.વ.58) તે જીતુભાઈ (પત્રકાર), મનોજભાઈ, રણજીતભાઈના મોટાભાઈ
તથા દિવ્યેશભાઈ, રાહુલભાઈ અને દિગ્વિજયભાઈના પિતાનું તા.18 ના અવસાન થયું છે. ઉત્તરક્રિયા
તા.રર ને ગુરુવારે, આંબેડકર ભવન, શાપુર રોડ, માંગરોળ ખાતે છે.
રાજકોટ:
દિલીપભાઈ જોષી (ઉ.વ.64) તે સ્વ.સરસ્વતીબેન લાભશંકર જોષીના પુત્ર, પુષ્પાબેનના પતિ તથા
કુંજલબેન રાવલના પિતા, ઓમ રાવલના નાનાનું તા.18 ને રવિવારે અવસાન થયું છે. બેસણુ તા.રર
ને ગુરૂવારે સાંજે 4 થી 6 મનેશ્વર મહાદેવ મંદિર, મહેશ્વર સોસાયટી, કોઠારીયા રોડ, રાંદલ
વિદ્યાલયવાળી શેરી, રાજકોટ ખાતે છે.