• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

દિલ્હીમાં ભારત-શ્રીલંકા વનડે સામે સ્મોગ અને પ્રદૂષણ વિલન બનશે ? રોહિત-વિરાટને જોવા ઉત્સુક ફેન્સ નિરાશ થઈ શકે

નવી દિલ્હી, તા.26: નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની વન ડે શ્રેણીનો પ્રથમ મેચ 13 ડિસેમ્બર, 2026ના રોજ રમાવાની છે. વનડે ફોર્મેટ હોવાનાં કારણે ક્રિકેટપ્રેમીઓમાં એ આશા બંધાઈ છે કે કદાચ છેલ્લી વાર તેઓ ભારતીય ટીમના બે દિગ્ગજ પૂર્વ કેપ્ટનો રોહિત શર્મા અને વિરાટ કોહલીને ભારતીય ટીમમાં દિલ્હીના મેદાન પર સાથે રમતા નિહાળી શકશે પરંતુ પર્યાવરણીય સ્થિતિને જોતાં ચાહકોની આ આશા પર પાણી ફરી વળે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે.

ડિસેમ્બર મહિનામાં દેશની રાજધાની દિલ્હીમાં ભારે ધુમ્મસ ઉપરાંત સ્મોગ અને એર ક્વોલિટી ઇન્ડેક્સ ગંભીર ચિંતાનો વિષય બની રહે છે. પાછલાં કેટલાંક વર્ષોના ટ્રેન્ડ અને આંકડાકીય સરખામણી મુજબ, 13 ડિસેમ્બરની આસપાસ દિલ્હીમાં હવા ગુણવત્તા સૂચકાંક 400ની આસપાસ પહોંચવાની આશંકા છે, જે અતિ જોખમી કેટેગરીમાં આવે છે.

વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો પણ 26 ઓક્ટોબરના રોજ દિલ્હી ગેટ આસપાસનો એક્યુઆઇ 160 નોંધાયો છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક શ્રેણીમાં આવે છે. ડિસેમ્બરનાં બીજાં સપ્તાહ સુધીમાં પ્રદૂષણ અને સ્મોગનું પ્રમાણ ચરમસીમાએ હોય છે.

ઇ-પેપરના નવા શુલ્ક