• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

ટોલ પ્લાઝાની નજીક રહેતા લોકોને રાહત

ટોલનાકાથી 20 કિ.મી.નાં અંતરમાં રહેતા લોકોને 1500 રૂપિયામાં મળશે વાર્ષિક પાસ

નવીદિલ્હી, તા.27ઃ ટોલ પ્લાઝાના 20 કિલોમીટરના વિસ્તારમાં રહેતા લોકો માટે એક રાહતના સમાચાર છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (એમઓચારટીએચ) દ્વારા ફાસ્ટેગ વાર્ષિક પાસના નિયમોમાં સુધારો કરવા અંગેનું જાહેરનામું જારી કરી દીધું છે. ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરના વિસ્તારમાં રહેતા લોકો માટે ખૂબ જ ઓછી કિંમતે વાર્ષિક કન્સેશનલ પાસની શરૂઆત કરવામાં આવી છે. નવા નિયમો હેઠળ હવે લોકો 1,500 અને 3,000 રૂપિયામાં આખા વર્ષ માટે પાસ મેળવી શકશે.

નગરપાલિકા અથવા શહેરની હદની બહાર આવેલા ટોલ પ્લાઝા માટે હવે માત્ર 1,500માં વાર્ષિક પાસ મળશે. નગરપાલિકા અથવા શહેરની હદની અંદર આવેલા ટોલ પ્લાઝા માટે હવે માત્ર 3,000માં વાર્ષિક   પાસ મળશે.  હાલમાં સ્થાનિક પાસ મેળવવા માટે લોકોએ દર મહિને 360 ચૂકવવા પડે છે. આ પ્રમાણે આખાં વર્ષના પાસ માટે કુલ 4,320 ખર્ચ થાય છે. નવા વાર્ષિક પાસથી લોકોને દર વર્ષે હજારો રૂપિયાની બચત થશે. જોકે, આ પાસનો લાભ લેવા માટે કેટલીક શરતોનું પાલન કરવું જરૂરી છે. મંત્રાલય દ્વારા દર વર્ષે 1 એપ્રિલે વાર્ષિક પાસના દરોમાં સુધારો કરવામાં આવશે. અરજદારો પોતાની અનુકૂળતા મુજબ જૂના 360ના માસિક પાસ અથવા નવા વાર્ષિક રાહતદરે મળતા પાસમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી શકશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક