સુરત, જેતપુર, તા. 29 : પહલગામની ઘટના બાદ ગુજરાતમાં ઘૂસણખોરો સામે પોલીસ એક્શન મોડમાં આવી છે. રાજ્યના દરેક વિસ્તારમાં ગેરકાયદે વસતા લોકોની તપાસ કરવામાં આવી રહી છે અને જે લોકો ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે તેને શોધીને ડિપાર્ટ કરવામાં આવશે. આ કામગીરી દરમિયાન આજે સુરતના નાગોરીવાડમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ રહેતા હોવાની શંકાએ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમજ જેતપુરમાં પણ પોલીસે કાર્યવાહી કરી હતી. સુરતના નાગોરીવાડમાં શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પૂછપરછમાં એર ફોર્સ, નેવી અને બીએસએફ ઈન્ટેલિજન્સના અધિકારીઓ પણ જોડાયા છે. મિનિ બાંગ્લાદેશ તરીકે ઓળખાતા સુરતના નાગોરીવાડ વિસ્તારમાં મોટાભાગની દુકાનોના બોર્ડ બંગાળી ભાષામાં જોવા મળતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. વેપાર ધંધાના સ્થળ પર અને રહેણાક વિસ્તારોમાં પહોંચી પોલીસ જવાનોએ લોકોના આધાર પુરાવાઓની ચકાસણી કરી હતી. પોલીસને આજે 34 શકમંદ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા તમામ બંગાળી કારીગરો માટે વિશેષ ઇન્ટ્રોગેશન ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં વ્યક્તિનું નામ, સરનામું, આધાર નંબર, પાનકાર્ડ, વોટીંગ કાર્ડ, જન્મ તારીખ, મૂળ ગામનું નામ, જિલ્લો, રાજ્ય, શહેર સહિતની તમામ વિગતો ભરી લેવામાં આવી રહી છે. એટલું જ નહીં, વ્યક્તિના બેંક એકાઉન્ટ નંબરથી લઈને મોબાઇલ નંબર અને દરેક દસ્તાવેજ ક્રમાંકો પણ નોંધવામાં આવી રહ્યા છે. આ સાથે વ્યક્તિ જે જિલ્લામાંથી આવ્યો છે તે જિલ્લાની વિગતોને ભારત સરકારના ડેટાબેઝ સાથે મેચ કરવામાં આવી રહી છે. અત્યારસુધીમાં પશ્ચિમ બંગાળ અને સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરો(આઈબી)ના અધિકારીઓ અગાઉથી જ સુરત પહોંચીને તપાસમાં લાગી ગયા હતા. છેલ્લા બે દિવસથી રાંદેર વિસ્તારમાં તમામ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની ઓળખ અને દસ્તાવેજોની તપાસ ચાલુ હતી. હવે તેમાં નેવી, એરફોર્સ અને બીએસએફ ઈન્ટે લિજન્સના અધિકારીઓ પણ જોડાયા છે.
ઉપરાંત જેતપુર ગુજરાતી વાડીમાં
જીમખાના મેદાન પાછળ દિનેશભાઇ ખોડાભાઇ પઘડાર સાથે રૂકશાબેન નામની મહિલા કોઇપણ પ્રકારના
વિઝા કે સરકારની મંજૂરી વગર ગેરકાયદે રહે છે.
તેવી જેતપુર સીટી પોલીસને બાતમી મળી હતી. જે આધારે તપાસ કરાવતા રૂકશાબેન ડો/ઓફ મહમંદ
સદરૂદિન મહમદ ગુલામમિયા (આહબારીમિયા ) મંડલ રહે.મોહલા હરીશંકરપુરી વિસ્તાર નંબર -
10 હરી શંકર પુર વોર્ડ - 2, થાણા જીનેદહ (બાંગ્લાદેશ) વાળાની પાસે ભારતીય ચૂંટણી કાર્ડ,
આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાનકાર્ડ કે અન્ય કોઈ બીજા પુરાવા મળી આવ્યા ન હતી.
તેમજ મહિલા પાસેથી એક તેના પરિવારના સભ્યનુ બાંગ્લાદેશનું ચૂંટણી પંચ મતદાર ઓળખકાર્ડ
મળી આવ્યું હતું જેથી શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકને નજર કરેદ કરી કાયદેસરની કાર્યવાહિ
કરી હતી.