રાજકોટ, તા.27 નાના બાળકો મહત્તમ અંશે તોફાન કરતા જ હોય છે અને જેને લઈને માતા-પિતા તેને ડરામણી રીતે સબક પણ શીખવાડતા હોય છે. પરંતુ રાજકોટના ગોકુલધામ આવાસનો એક આવસનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો હતો, જેમાં માતા બાળકને ઉપરના માળે લટકાવી ડરાવી રહી હતી. અહીં માતાનો કોઈ દીકરા પ્રત્યે ખરાબ ઈરાદો ન જ હોય પરંતુ જો માતાની એક ભૂલ થઇ જાય તો બાળક સાથે શું થાત એ વિચારીએ તો પણ થથરી જવાય.
વિડીયોમાં
જે દેખાય તે મુજબ, માતાએ પોતાના જ બાળકને પોતાના રહેણાંકની છત પરથી નીચે ફેંકી દેવાનો
પ્રયાસ કરતી હોય તે રીતે બાળક સાથે વ્યવહાર કર્યો હતો. એ સમયે જ બાળકના પિતા આવી પહોંચતા
અને એક રાહદારીની સતર્કતાને કારણે બાળકનો જાણે જીવ બચી ગયો હોય તેવી ઘટના પ્રકાશમાં
આવી હતી. આ દૃશ્ય જોઈને નીચે હાજર લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી, જોકે મહિલાએ તેમનું
પણ સાંભળ્યું ન હતું. આ ઘટનાનો વિડીયો વાઇરલ થતાં માલવીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી
હતી. જેમાં મહિલાએ જણાવ્યું હતું કે, તેનું બાળક તોફાન કરતો હતો ત્યારે તેને માત્ર
ડરાવી રહી હતી. આ મામલે તેના પતિએ ફરીયાદ નોંધાવવાની ના પાડતા બંનેના નિવેદન નોંધવામાં
આવ્યાં હતા.
ઘટના
બનવાના થોડા સમય પહેલાં જ મહિલાને તેના પાડોશી સાથે ઝઘડો થયો હોવાનું પણ સામે આવ્યું
છે. અહીં મુખ્ય વાત એ છે કે ઘણીવાર વ્યક્તિ અન્યો સાથે થતા ઝગડાઓ કે ઘરકંકાસ બાદ પોતાનું
માનસિક સંતુલન ગુમાવી દેતા હોય છે. જેનો ભોગ બાળકો બનતા હોય છે. સામાન્ય લોકોની વધુ
પડતી માનસિક તણાવ સાથેની ઝીંદગી પણ ઘણીવાર ઘરના જ સભ્યોનો ભોગ લઇ લે છે.