• શનિવાર, 31 મે, 2025

3 જૂન સુધી 14થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

આજે દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર પોરબંદર, જૂનાગઢ, ગિર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

અમદાવાદ, તા. 28: ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 3 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી 3જૂન સુધી રાજ્યના સૌરાષ્ટ્ર,  મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 14થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે આવતી કાલ પછી વરસાદનું જોર ઘટશે તેમ પણ હવામાન વિભાગે જણાવ્યુ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે ગુરુવારે (29 મે) દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ અને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 40-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે. રાજ્યમાં 30 મેના રોજ મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને 31 મે અને 1 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

રાજ્યમાં જૂન મહિનાની શરૂઆતમાં સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. જેમાં આગામી 2-3 જૂનના રોજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, તાપી, નર્મદા, વલસાડ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક