ગત ચૂંટણીમાં ભાજપ 22, કોંગ્રેસ 6, અપક્ષને 2 બેઠક
જૂનાગઢ તા.14 જુનાગઢ જિલ્લા પંચાયતની
વર્ષ 2021 માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ એ 30 માંથી 22 બેઠકો પર કબજો કરી સતાં મેળવી
હતી. જ્યારે કોંગ્રેસને છ અને અપક્ષ ને ફાળે બે બેઠક આવી હતી. ત્યારે આગામી ચૂંટણીમાં ભાજપ સતા જાળવી રાખવા અને કોંગ્રેસ તથા
આમ આદમી પાર્ટી સત્તા ઝૂંટવી લેવા મેદાને ઉતરી છે.
ચૂંટણીમાં ભાજપે અમરાપુર ગીર
,ભેસાણ, બિલખા, ચુડા ,ધંધુસર ,ડુંગરપુર, કણજા, કોયલાણા, કુકસવાડા, મકતુપુર, માળીયા,
મેખડી, મેંદરડા, મોટી મોણપરી, સરદાર ગઢ, સરસાઈ, સાસણ, શાપુર, બાલાગામ અને વડાલ બેઠક
જીતી હતી ત્યારે કોંગ્રેસે આગતરાય, અજાબ, ગડુ, કાલસારી, માંગરોળ અને મટીયાણા બેઠક મેળવી
હતી તેમજ શીલ અને મજેવડીમાં અપક્ષો ચૂંટાયા હતા.
ગત ચૂંટણીમાં મોટાભાગે ભાજપ અને
કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો હતો પરંતુ આગામી ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ છે, ભાજપ,
કોંગ્રેસ, આપ પાર્ટી અને અપક્ષો મેદાને ઉતર્યા છે 30 બેઠકો પર 109 ઉમેદવારોના ઉમેદવારી
પત્રો માન્ય રહ્યા છે. આવતીકાલે ઉમેદવારી પરત ખેંચવાનો દિવસ હોય તેથી કાલે ચૂંટણી જંગનું
ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ગત ચૂંટણીના પરિણામો
ઉપર નજર કરીએ તો સૌથી વધુ મેખડીના ભાજપ ઉમેદવાર
સોમાત આલા વાસણને સૌથી વધુ 10105 મત મળ્યા હતા જ્યારે મજેવડી ના અપક્ષ ઉમેદવાર કાંતિલાલ
દેવજી ગજેરાને સૌથી ઓછા 5514 મત મેળવી વિજેતા
થયા હતા સરેરાશ જિલ્લા પંચાયત માં વિજેતાઓ સાતથી નવ હજાર મતો મેળવી વિજેતા થયા હતા.