• મંગળવાર, 14 એપ્રિલ, 2026

પોપ લિયો ટ્રમ્પના નિશાને : પોતાને બતાવ્યા ઈશુ ખ્રિસ્ત

નવી દિલ્હી, તા. 13 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે રોમન કેથોલિક ચર્ચના સર્વોચ્ચ ધર્મગુરૂ પોપ લિયોની પાછળ પડી ગયા છે. ટ્રમ્પે પોપ લિયોની ખુબ આલોચના કરી છે અને અલગ અલગ નિવેદનો મારફતે નિશાન તાક્યું છે. ટ્રમ્પે એમ પણ કહી દીધું હતું કે પોતે રાષ્ટ્રપતિ પદ ઉપર છે એટલે જ લિયો પોપ બન્યા છે. આટલા નિવેદનો ઓછા હોય તેમ ટ્રમ્પે પોતાની જાતને જ ઈશુ ખ્રિસ્ત ગણાવી દીધી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે એક એઆઈ તસવીર શેર કરી હતી. જેમાં પોતે ચમત્કાર કરતા બતાવાયા છે. આ તસવીર બાઈબલના એક ચમત્કાર જેવી છે જેમાં ઈશુ ખ્રિસ્તને એક મૃત વ્યક્તિને ફરીથી જીવિત કરતા બતાવવામાં આવે છે. તસવીરમા ટ્રમ્પ પણ વ્યક્તિ ઉપર હાથ રાખતા જોવા મળે છે. આસપાસ અમેરિકી ઝંડો, યુદ્ધ જહાજ અને એન્જલ્સ છે.

ઇ-પેપરના નવા શુલ્ક