તાલુકા
પંચાયતની 1 બેઠક પણ બિનહરીફ
ગોંડલ
તા.15 : ગોંડલ પાલિકાના કુલ 11 વોર્ડ ની 44 બેઠકની આગામી તા.26નાં ચૂંટણી યોજાશે ત્યારે
ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે ભાજ ની 20 બેઠકો બીનહરીફ થતા ચુંટણી પહેલા
જ ભાજપે અડધી જીત હાંસલ કરી લીધી છે. જ્યારે તાલુકા પંચાયતની કુલ 22 પૈકી 1 બેઠક પર
ભાજપનાં ઉમેદવાર બિનહરીફ થયા છે.
ઉમેદવારી
પરત ખેંચવાની આજે તારીખ હોય વોર્ડ નંબર-1,વોર્ડ નંબર-6 ,વોર્ડ નંબર-9 તથા વોર્ડ નંબર-11ની
ભાજપ પેનલો બિનહરીફ જાહેર થઈ હતી.જ્યારે વોર્ડ નંબર-2 માં એક બેઠક,નંબર-7માં બે બેઠકો
અને વોર્ડ નંબર-10 માં 1 બેઠક પર ભાજપ નાં ઉમેદવાર બીનહરીફ જાહેર થતા ભાજપનાં કુલ
20 ઉમેદવારો બીનહરીફ બન્યા છે. જ્પારે તાલુકા પંચાયતની કુલ 22 બેઠકો પૈકી દાળીયા રિબડાની
બેઠક પર ભાજપનાં મંજુલાબેન મનીષભાઈ પીપળીયા બિનહરીફ થયા છે.
વોર્ડ
નંબર-1 માં રાજેન્દ્રાસિંહ જાડેજા, ગૌતમભાઇ સિંધવ, મયુરીબેન આચાર્ય, દિપાલીબેન વાડોદરીયાવ
વોર્ડ નંબર-2 હર્ષદભાઈ વાઘેલા, વોર્ડ નંબર-7 મનિષાબેન ગોવાણી,પાયલબેન પીપળીયા, વોર્ડ
નંબર-9 મિતલબેન નિમાવત (ઘાનાણી)બીનાબેન રોકડ,દિનેશભાઈ ઉમરાણીયા, અશ્વિનભાઈ પાંચાણી.વોર્ડ
નંબર-11 આરતીબેન ટોળીયા, કોમલબેન જરેર, જગદીશભાઈ રામાણી તથા નિલેશભાઈ કાપડીયા બિનહરીફ
થયાં છે.
પ્રાંત
કચેરીએ કોંગ્રેસ અને ભાજપનાં આગેવાનોની વચ્ચે શાબ્દિક માથાકૂટ
ઉમેદવારી
ફોર્મ પરત ખેંચવાની આજે તારીખ હોવાથી સવારે પ્રાંત કચેરીએ કોંગ્રેસ નાં પ્રમુખ ધર્મેશભાઈ
બુટાણી,દિનેશભાઈ પાતર, યતિષભાઈ દેસાઈ તથા ભાજપ નાં રાજેન્દ્રાસિંહ જાડેજા, પ્રફુલભાઈ
ટોળીયા, ઉપેન્દ્રાસિંહ ચુડાસમા વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા બન્ને પક્ષ નાં ટેકેદારો દોડી
આવ્યા હતાં.એક તબ્બકે સામસામાનાં કાંઠલા ખેંચાયા હતાં અને તુતુમેમે થતા મામલો બિચક્યો
હતો. પોલીસે દરમિયાનગીરી કરતા ઉગ્ર બનેલો મામલો માંડ થાળે પડ્યો હતો.