• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

તેજસનાં એન્જિન ભારતમાં બનશે

અમેરિકાની જીઇ એરોસ્પેસ અને ભારતની હિન્દુસ્તાન એરોનોટિક્સમાં જલ્દી સમજૂતી

નવી દિલ્હી, તા. 15 : એક મહત્ત્વના કહી શકાય તેવા સમાચારમાં હવે તેજસ યુદ્ધવિમાનમાં એન્જિન ભારતમાં જ બનશે, તેવું જાણવા મળ્યું છે. એ દિશામાં કવાયત પણ શરૂ થઇ ચૂકી છે. અમેરિકી સંરક્ષણ કંપની જીઇ એરોસ્પેસ અને ભારતની સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) વચ્ચે યુદ્ધવિમાન એન્જિન બનાવવાની સમજૂતી જલ્દી પૂરી થઇ શકે છે.

બંને કંપનીએ યુદ્ધવિમાનો માટે એફ 414 જેટ એન્જિનના સાથે મળીને ઉત્પાદનના યાંત્રિક મામલાઓ પર સહમતી વ્યક્ત કરી છે. છેલ્લાં ત્રણ વર્ષથી ચાલતી વાતચીતમાં હવે મોટી પ્રગતિ થઇ છે. 2023માં વડાપ્રધાન મોદીની અમેરિકા યાત્રા દરમ્યાન પ્રારંભિક સમજૂતી થઇ હતી.

આ ભારતનાં ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ તેમજ ‘મેક ઇન ઈન્ડિયા પહેલ હેઠળ સંરક્ષણ ક્ષેત્ર માટે એક મોટી ઉપલબ્ધિ મનાય છે. અત્યાર સુધી યુદ્ધવિમાનોનાં એન્જિનોનાં મોટાં સમારકામ કે નિભાવ માટે ભારતને વિદેશો પર નિર્ભર રહેવું પડતું હતું. આમ થવાની ઘણા પૈસા અને સમયની બરબાદી થતી હતી, હવે આ સુવિધા ભારતમાં જ મળશે. ભારતીય વાયુદળ આ કામ સંભાળશે.

ઇ-પેપરના નવા શુલ્ક