ગ્રામ્ય વિસ્તારોમાં ફાગિંગ તેમજ મેલાથિયોન પાવડરના છંટકાવની કામગીરી હાથ ધરાઈ હોવાનો દાવો
જામનગર/ભાવનગર,
તા.19 ઃ
સૌરાષ્ટ્રમાં પણ
હવે જીવલેણ
ચાંદીપુરા વાયરસે
દસ્તક દેતા
આરોગ્ય વિભાગમાં
ચિંતા ફેલાઈ
છે. ભાવનગર
જિલ્લામાં ચાંદીપુરા
વાયરસના કારણે
પ્રથમ સત્તાવાર
મૃત્યુનો કેસ
સામે આવ્યો
છે. વલભીપુર
તાલુકાનાં મેલાણા
ગામમાં રહેતાં
6 વર્ષીય બાળકનું
ચાંદીપુરા વાયરસનાં
સંક્રમણથી મૃત્યુ
થયું હોવાની
પુષ્ટિ સરકારી
લેબોરેટરીના રિપોર્ટમાં
થઈ છે.
જામનગર શહેરના
દિગ્જામ સર્કલ
પાસે રહેતા
પરિવારની બે
વર્ષની બાળકીને
તાવ આવતા
જી.જી.
હોપિટલમાં દાખલ
કરવામાં આવી
હતી. આ
સાથે અન્ય
એક બાળકને
પણ દાખલ
કરાયું હતું.
બન્નેની બીમારીના
લક્ષણો ચાંદીપુરા
વાયરસ જેવા
જણાતા તેમના
લોહીના નમૂના
તપાસમાં મોકલવામાં
આવ્યા હતા.
આરોગ્ય વિભાગ
પણ દોડતું
થયું હતું
અને એ
વિસ્તારમાં આરોગ્યલક્ષી
તાકીદનાં પગલાં
ભરવામાં આવ્યાં
હતાં. હોસ્પિટલમાં
દાખલ બે
બાળક પૈકી
બે વર્ષની
બાળકીનો રિપોર્ટ
આવે તે
પહેલાં જ
મૃત્યુ થતા
તંત્ર ચોકી
ઉઠÎું
છે અને
ચાંદીપુરા વાયરસ
અંગે તાકિદે
એ વિસ્તારોમાં
ચકાસણી હાથ
ધરાઈ છે.
ભાવનગર જિલ્લા
આરોગ્ય અધિકારી
કે. એમ.
સોલંકીએ જણાવ્યું
હતું કે,
મૃતક બાળક
મૂળ મધ્યપ્રદેશનો
રહેવાસી હતો
અને 6 જુલાઈના
રોજ જામનગરથી
મેલાણા ગામે
આવ્યો હતો.
ગામમાં આવ્યા
બાદ તેને
અચાનક તીવ્ર
તાવ આવ્યો
હતો તેમજ
ચાલવામાં પણ
મુશ્કેલી પડવા
લાગી હતી.
બાળકની તબિયત
વધુ ખરાબ
થતાં પરિવારજનોએ
તેને વલભીપુર
ખાતે સારવાર
માટે ખસેડÎો
હતો. જોકે,
સ્થિતિમાં સુધારો
ન થતાં
8 જુલાઈના રોજ
ભાવનગરની સર
ટી. હોસ્પિટલમાં
દાખલ કરવામાં
આવ્યો હતો.
હોસ્પિટલમાં સારવાર
દરમિયાન 9 જુલાઈના
રોજ બાળકનું
મૃત્યુ થયું
હતું.
બાળકમાં ચાંદીપુરા
વાયરસના લક્ષણો
જોવા મળતા
તબીબોએ તેના
લોહીના નમૂના
ગાંધીનગરની સ્ટેટ
લેબોરેટરીમાં તપાસ
માટે મોકલ્યા
હતા. લેબ
રિપોર્ટ પોઝિટિવ
આવતા બાળકનું
મોત ચાંદીપુરા
વાયરસથી થયું
હોવાનું સ્પષ્ટ
થયું છે.
આ કેસ
સાથે જ
રાજ્યમાં ચાંદીપુરા
વાયરસથી સત્તાવાર
મૃત્યુ પામેલાં
બાળકોની સંખ્યા
ચાર પર
પહોંચી છે,
જ્યારે શંકાસ્પદ
લક્ષણોના કારણે
અન્ય નવ
બાળકોના મોત
પણ નોંધાયા
છે.
ચાંદીપુરા વાયરસના
ફેલાવાને અટકાવવા
માટે રાજ્ય
આરોગ્ય વિભાગ
દ્વારા સઘન
કામગીરી શરૂ
કરવામાં આવી
છે. ખાસ
કરીને ગ્રામ્ય
વિસ્તારોમાં સેન્ડ
ફ્લાય (રેતીની
માખી)નાં
નિયંત્રણ માટે
ફાગિંગ તેમજ
મેલાથિયોન પાવડરના
છંટકાવની કામગીરી
હાથ ધરાઈ
રહી છે.
સરકારી આંકડા
મુજબ પંચમહાલ
જિલ્લામાં સૌથી
વધુ 17 અને
સાબરકાંઠા જિલ્લામાં
13 કેસ નોંધાયા
છે. આરોગ્ય
વિભાગે લોકોને
અપીલ કરી
છે કે
બાળકોમાં અચાનક
તાવ, ઉલ્ટી,
ચાલવામાં તકલીફ
કે બેભાન
થવા જેવા
લક્ષણો જોવા
મળે તો
તાત્કાલિક નજીકની
સરકારી હોસ્પિટલમાં
સારવાર લેવી.
સમયસર સારવાર
મળે તો
ગંભીર સ્થિતિને
ટાળી શકાય
છે.