• મંગળવાર, 21 જુલાઈ, 2026

રામમંદિર પર રાજનીતિ ન કરો : સુપ્રીમ

ચડાવા ચોરી મામલા માટે ફરીથી SIT રચવા નિર્દેશ; 27 જુલાઇના નવી સુનાવણી

નવી દિલ્હી, તા. 20 : અયોધ્યાના રામમંદિરમાં ચડાવાની ચોરીના બહુચર્ચિત પ્રકરણમાં સુપ્રીમ કોર્ટે સોમવારે ઉત્તરપ્રદેશ સરકારને નવેસરથી ખાસ તપાસ ટીમ (એસઆઇટી) રચવાનો આદેશ આપ્યો હતો. આ મામલે કોઇ જાતની રાજનીતિ નહીં કરવાની તાકીદ પણ અદાલતે કરી હતી.

મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતના વડપણવાળી જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને વી. મોહનાની ખંડપીઠે નિર્દેશ આપ્યો હતો કે તપાસ નિર્ણાયક સ્તરે પહોંચે તે માટે વરિષ્ઠ આઇપીએસ અધિકારીને એસઆઇટીનું સુકાન સોંપાવું જોઇએ. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે તપાસ તટસ્થ અને કોઇ પણ જાતના ભેદભાવ વગર કરવાનો નિર્દેશ આપ્યો હતો.

અદાલતે સોલીસીટર જનરલ તુષાર મહેતાને ઉત્તરપ્રદેશ સરકાર પાસેથી એસઆઇટી સભ્યોનાં નામ લઇ આવવા જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટ હવે 27મી જુલાઇના આ મામલા પર સુનાવણી કરશે. અરજદારો તરફથી વકીલ દેવદત્ત કામત હાજર રહ્યા હતા.

મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે કહ્યું હતું કે, બસ, એક સલાહ છે. આ મુદ્દાને રાજકીય રંગ નહીં લગાડજો. અદાલતો રાજનીતિ કરવાની જગ્યા નથી.

તેમણે જણાવ્યું હતું કે, અદાલતનો હેતુ માત્ર તપાસ નિષ્પક્ષ રીતે પૂરી થાય અને સત્ય સામે આવે તેટલો જ છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક