LPGનાં સ્થાને ઈથેનોલનો ઉપયોગ શરૂ કરવા સરકારની વિચારણા: સબસિડી પણ આપવામાં આવે તેવી સંભાવના
નવી
દિલ્હી, તા.20: પેટ્રોલમાં ઈથેનોલ (ઈ-20) મિશ્રણ બાદ હવે રસોઈનાં ઈંધણમાં પણ ઈથેનોલનો
જલ્દી પ્રવેશ થઈ શકે છે અને રાંધણગેસની છુટ્ટી થવાની શક્યતા છે. પેટ્રોલમાં ઈથેનોલનાં
મિશ્રણનાં વિવાદ વચ્ચે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય એક એવી નીતિ તૈયાર કરી
રહ્યું છે જેનો ઉદ્દેશ ઈથેનોલને ઘરેલું રસોઈનાં ઈંધણ તરીકે મુખ્ય પ્રવાહમાં લાવવાનો
છે.
સરકાર
પાસેથી એવી આશા પણ રાખવામાં આવી રહી છે કે, તે આની ચકાસણી કરશે અને સબસિડીની વ્યવસ્થા
પણ લાગુ કરશે. હાલ ઈંધણનાં સપ્લાયરોનું પ્રતિનિધિત્વ કરતાં ઉદ્યોગ સંઘ આ પ્રસ્તાવિત
નીતિ ઉપર સરકાર સાથે સમાંતર વાટાઘાટ પણ કરી રહ્યાં છે.
રાંધણગેસનાં
સ્થાને રસોડાંમાં ઈથેનોલનાં ઉપયોગની નીતિ સપ્ટેમ્બર સુધીમાં તૈયાર થઈ જાય તેવી સંભાવના
છે. પ્રાપ્ત અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, એલપીજી ઉપર નિર્ભરતા ઘટાડવા માટે રાંધવા
માટે ઈથેનોલનો ઉપયોગ શરૂ કરવામાં આવી શકે છે. આવું કરવાથી દેશનું આયાત બિલ પણ ઓછું
થશે.
ઈથેનોલથી
રસોઈને પ્રોત્સાહિત કરવાં માટે સરકાર કોઈ પ્રકારની સબસિડીની યોજના પણ શરૂ કરી શકે છે.
દેશમાં ઘરેલું ઈથેનોલની ઉપલબ્ધતા ઝડપથી વધી રહી છે ત્યારે સરકાર હવે વાહન ઉપર રસોડાંમાં
પણ વપરાશ વધારવા માટે પ્રયાસો કરી રહી છે.