ગુજરાત શિપ બિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-2026માં રૂ. 23,700 કરોડનું ખાનગી રોકાણ આકર્ષિત કરાશે
અમદાવાદ,
તા.27 (ફૂલછાબ ન્યૂઝ) : શિપ બિલ્ડિંગ એન્ડ રિપેરિંગના ક્ષેત્રમાં ગુજરાતે હરણફાળ ભરવા
તરફ ડગ માંડવાનું શરૂ કર્યું છે. પોરબંદરના કુછડી અને કચ્છ નજીક વાડીનારમાં અનુક્રમે
શિપ બિલ્ડિંગ અને શિપ રિપેર ક્લસ્ટર બનાવવા સરકારની જાહેરાત પછી ગણતરીના દિવસોમાં તેની
નીતિ પણ સરકારે જાહેર કરી દીધી છે. ‘ગુજરાત શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી-2026’ની
જાહેરાત સોમવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ ખૂલ્લી
મૂકી છે. શિપયાર્ડ્સના વિકાસથી રૂ. 23,700 કરોડનું ખાનગી રોકાણ આકર્ષિત કરાશે.
નવી
નીતિ હેઠળ નાણાંકીય અને બિન-નાણાકીય પ્રોત્સાહનો આપવામાં આવશે. મૂડી સહાય, સ્ટેમ્પ ડયુટીની પરતફેર, વ્યાજ સહાય, ડ્રાજિંગ સહાય,
લઘુ એકમો પાસેથી માલ ખરીદીને પ્રોત્સાહિત કરવા સબસિડી, વીજળી દરમાં સહાય, પાણીના ચાર્જમાં
સબસિડી, મરીન ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચારિંગ ક્લસ્ટર્સ માટે વિશેષ પ્રોત્સાહનો ઉપરાંત,
નિર્ધારિત સમયમર્યાદામાં વિકાસકાર્યો શરૂ કરનારા અર્લી બર્ડ રોકાણકારો માટે વિશેષ પ્રોત્સાહનો
આપશે. આ સાથે સીંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ બહાર પડાશે.
સરકારે
કરેલી જાહેરાત પ્રમાણે શિપબિલ્ડિગ ઉત્પાદન ક્ષમતા 50 લાખ ડેડ વેઇટ ટનેજથી વધુ વધારો
કરવા, બે ઇન્ટિગ્રેટેડ મેગા શિપબિલ્ડિગ પાર્ક્સની
સ્થાપના તેમજ 5 લાખથી વધુ વ્યક્તિઓને કૌશલ્ય વિકાસ અને ક્ષમતાવર્ધન માટે તાલીમ પણ અપાશે.
ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા નીતિ અંગે માર્ગરેખા તૈયાર કરી દેવામાં આવી છે. ડેવલપર્સ
અને રોકાણકારો માટેની પ્રક્રિયા સરળ બનાવાશે.
(1)
શિપયાર્ડ્સ અને સહાયક ઉદ્યોગોનો વિકાસ (2) કૌશલ્ય વિકાસ અને ક્ષમતાવર્ધન (3) ટકાઉ અને
ગ્રીન શિપયાર્ડ્સને પ્રોત્સાહન (4) શિપયાર્ડ્સને સ્માર્ટ શિપયાર્ડ્સમાં રૂપાંતરિત કરવું
(5) શિપબિલ્ડિગ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સ અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના પ્રોત્સાહનનો
પણ સમાવેશ કરવામાં આવ્યો છે.છઉને પ્રોત્સાહન નો સમાવેશ થાય છે.
હાલમાં
ભારત સરકારે પોરબંદર જિલ્લાના કુછડી ખાતે મેગા ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિગ ક્લસ્ટરને મંજૂરી
આપી છે. આ અંગેના ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ (ઉઙછ) પણ મેરિટાઈમ બોર્ડ દ્વારા બનાવવામાં
આવી રહ્યા છે. જે પૂર્ણ થતાં પ્રોજેક્ટ અમલીકરણમાં વેગ આવશે. વિશાળ ઔદ્યોગિક ઇકોસિસ્ટમને બળ આપવા માટે આશરે રુ.
3,300 કરોડની સામાન્ય મરીન અને જમીન આધારિત માળખાકીય સુવિધાઓ વિકસાવાશે.