• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

સરવે પૂર્ણ થયા બાદ 7 કિ.મી. વિસ્તારમાં આવતા તળાવ સૌની યોજનાથી ભરાશે

સૌની યોજના થકી પાણી પહોંચાડવા બાકી કામો જલ્દી પૂર્ણ કરવામાં આવશે 

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.9 : સૌરાષ્ટ્રમાં સૌની યોજના થકી અગાઉની 3 કિમીની મર્યાદા વધારીને 7 કિ.મી. સુધીના તળાવ ભરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. સરવે પૂર્ણ થાય બાદ રાજ્યમાં 3 કિમીના સ્થાને 7 કિમી વિસ્તારમાં આવતા તળાવ સૌની યોજના દ્વારા ભરવામાં આવશે તેમ, વિધાનસભા ગૃહમાં આજે જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરાસિંહ પટેલે પ્રશ્નનો જવાબ આપતાં જણાવ્યું હતું.

મંત્રી ઈશ્વરાસિંહે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, અમરેલીના રાજુલા તાલુકામાં સૌની યોજનાની પાઈપલાઈનના સ્કાવર વાલ્વથી 7 કિ.મી. મર્યાદામાં આવેલા તળાવોને સૌની યોજના થકી જોડાણ આપવા સર્વે માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને આગામી ઓક્ટોબર 2026 સુધીમાં સરવેની કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ધોળીધજા ડેમથી વડોદ ડેમ સુધીની નર્મદા નિગમની બોટાદ બ્રાંચ કેનાલને સમાંતર 22 કિ.મી.ની ડયુઅલ પાઈપ લાઈન મંજૂર કરવામાં આવી છે જે કામગીરી એપ્રિલ-2028 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. સૌની યોજના થકી પાણી પહોંચાડવા બાકી કામો જલ્દી પૂર્ણ કરવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક