• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

ઇંગ્લેન્ડ સામેના ત્રીજા ટેસ્ટમાં પાકિસ્તાનનો 133 રનમાં ધબડકો

કપ્તાન બાબર સહિતના તમામ પાક. બેટર્સ ફરી નિષ્ફળ

ઇંગ્લેન્ડના 3 વિકેટે 100 રન

બર્મિંગહામ તા.9 ઇંગ્લેન્ડ પ્રવાસમાં પાકિસ્તાની બેટધરોની નિષ્ફળતા યથાવત રહી છે. ત્રીજા અને અંતિમ ટેસ્ટના પ્રારંભે ઇંગ્લેન્ડની કાતિલ બોલિંગ સામે પાક. ટીમનો ધબડકો થયો હતો અને ફકત 133 રનમાં ડૂલ થઇ ગઇ હતી. પછી ઈંગ્લેન્ડના 3 વિકેટે 100 રન થયા હતા. હેરી બ્રુક 36 અને એમિલિયો ગે 33 રને રમતમાં હતા. જયારે બેન ડકેટ 11, જોર્ડન ફોકસ 4 અને કપ્તાન જો રૂટ 8 રને આઉટ થયા હતા. પાક. ટીમમાં ત્રણ ખેલાડી ગાજી ઘોરી, મોહમ્મદ ઇમરાન અને રઝાઉલ્લાહને પર્દાપણની તક મળી હતી.

ટોસ જીતીને ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે એજબેસ્ટનની બાઉન્સી વિકેટ પર બોલિંગ પસંદ કરી હતી. જેનો ફાયદો ઈંગ્લેન્ડના ઝડપી બોલર્સને મળ્યો હતો. શ્રેણીના શરૂઆતના બે ટેસ્ટમાં નિસ્તેજ બેટિંગથી કારમી હાર ભોગવનાર પાકિસ્તાની બેટધરો ત્રીજા ટેસ્ટમાં પણ ઇંગ્લેન્ડની પેસ બેટર સામે ઘૂંટણિયે પડી ગયા હતા અને પૂરી ટીમ લંચ પછી 33. ઓવરમાં 133 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ઇંગ્લેન્ડ તરફથી જોશ ટંગે સર્વાધિક 4 વિકેટ લીધી હતી. જયારે જોફ્રા આર્ચર અને ઓલિ રોબિન્સને 3-3 વિકેટ લીધી હતી.

પાકિસ્તાન તરફથી એકમાત્ર સૂદ શકીલે 47 દડામાં 7 ચોક્કાથી 43 રન કરી ઈંગ્લેન્ડના બોલર્સનો થોડો સામનો કર્યોં હતો. સિવાય ડબલ ફીગરમાં પહોંચનારા બે બેટરમાં નવોદિત રઝાઉલ્લાહ (11) અને મોહમ્મદ અબ્બાસ (21) રહ્યા હતા. મિ. એકસ્ટ્રાનું યોગદાન 20 રનનું રહ્યું હતું. કપ્તાન બાબર આઝમ 7 રન કરી શકયો હતો અને નિષ્ફળતા ચાલુ રાખી હતી. સઇમ અયૂબ 0, અઝાન અવૈસ 9, અબ્દુલ્લાહ શફીક 3, શાન મસૂદ , ગાઝી ગોરી 4, મોહમ્મદ ઇમરાન રને આઉટ થયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક