• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

શેલ્ટન વિરૂદ્ધ હારીને અલ્કારજ યુએસ ઓપન બહાર

અમેરિકી યુવા ખેલાડી બેન શેલ્ટન સેમિ ફાઇનલમાં

મહિલા વિભાગમાં સબાલેંકા અને પેગુલા સેમિમાં

ન્યૂયોર્ક, તા.9 અમેરિકાના આઠમા ક્રમના યુવા ખેલાડી બેન શેલ્ટને યૂએસ ઓપનમાં મોટો ઉલટફેર કરીને વર્તમાન ચેમ્પિયન કાર્લોસ અલ્કરાજને બહાર કરીને સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી છે. સ્પેનના કાર્લોસ અલ્કરાજ વિરુદ્ધ બેન શેલ્ટનનો પાંચ સેટ સુધી ચાલેલા મેરેથોન મુકાબલામાં ચાર કલાક અને 28 મિનિટ સુધીની ટક્કર પછી 6-7, 6-1, 6-3,1-6 અને 7-6(10-7)થી રોમાંચક વિજય થયો હતો. મેચ સવારે 3-33 વાગ્યે સમાપ્ત થયો હતો. જે યુએસ ઓપનમાં સૌથી મોડે સુધી ચાલનારો મેચ બન્યો હતો.

સેમિ ફાઇનલમાં બેન શેલ્ટનની ટકકર 11મા ક્રમના હમવતન ખેલાડી ફ્રાંસિસ ટિયાફો વિરૂધ્ધ થશે. તેને એલેકસ મિશેલસનને પાંચ સેટની રસાકસીના અંતે -7, 3-6, 7-, 6-3 અને 7-6(10-6)થી હાર આપી હતી. શેલ્ટન અને ટિયાફો સેમિ ફાઇનલમાં આમને-સામને હોવાથી નિશ્ચિત બન્યું છે કે યૂએસ ઓપન મેન્સ ફાઇનલમાં એક લોકલ ખેલાડી હશે.

બીજી તરફ મહિલા વિભાગમાં બેલારૂસની નંબરવન આર્યના સબાલેંકા ખિતાબની હેટ્રિક તરફ આગળ વધી છે. તેણીએ કવાર્ટર ફાઇનલમાં વિમ્બલ્ડન ચેમ્પિયન લિંડા નોસ્કોવા વિરૂધ્ધ 7-6, 3-6 અને 7-6(10-7)થી રોમાંચક જીત મેળવી સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યોં હતો. સેમિમાં તેની ટક્કર અમેરિકી ખેલાડી જેસિકા પેગુલા સામે થશે. ત્રીજા ક્રમની જેસિકા પોગુલાએ ક્વાર્ટરમાં એમ્મા નાવોરાને 3-6, 6-4 અને 6-3થી હાર આપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક