મહિલાઓના સન્માન અને સુરક્ષાનો મુદ્દો કોંગ્રેસ માટે માત્ર ભાષણો અને રાજકીય લાભ મેળવવાનું સાધન છે : અધ્યક્ષા મંજુબેન વેકરિયા
(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા.10 : કોંગ્રેસના સાંસદ અગોમચા બિમોલ
અકોઇઝમ દ્વારા ઉંગઞમાં વિદ્યાર્થીનીઓની જાતીય સતામણી અને શારીરિક શોષણના ગંભીર મુદ્દે
કોંગ્રેસના નેતાઓની ચુપકીદી સામે આક્રોશ વ્યક્ત કરવા આજે અમદાવાદના પાલડી સ્થિત ગુજરાત
પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન સામે ભાજપ મહિલા મોરચા દ્વારા ધરણા-પ્રદર્શન
યોજવામાં આવ્યું હતું.
ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
વર્ષાબેન દોશી, રાજ્ય સરકારના મંત્રી દર્શનાબેન વાઘેલા તથા મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષા
અંજુબેન વેકરિયા તથા મહિલા ધારાસભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં મોટી
સંખ્યામાં ઉપસ્થિત મહિલા મોરચાની કાર્યકર્તા બહેનોએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી સામે
વિરોધ વ્યક્ત કરી મહિલાઓના સન્માનના મુદ્દે કોંગ્રેસની ભૂમિકા અંગે સવાલો ઉઠાવ્યા હતા.
આ મામલે પ્રદેશ મહિલા મોરચાના
અધ્યક્ષા અંજુબેન વેકરિયાએ જણાવ્યું છે કે, કોંગ્રેસ મહિલા સન્માનની માત્ર વાતો કરે
છે. તેના આચરણમાં ક્યાંય આ બાબત દેખાતી નથી. કોંગ્રેસના સાંસદના શરમજનક કૃત્ય પછી પણ
મહિલાઓના હિતરક્ષક હોવાની મોટી મોટી વાતો કરતા રાહુલ ગાંધી, પ્રિયંકા વાડ્રા સહિત આખી
કોંગ્રેસના મોઢા માથી એક શબ્દ પણ નથી નીકળી રહ્યો.
તેમણે કહ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ
બાબત છે કે, આ બાબતે રાહુલ ગાંધી સહિત આખી કોંગ્રેસ ચૂપ છે. મહિલાઓના સન્માન અને સુરક્ષાનો
મુદ્દો કોંગ્રેસ માટે માત્ર ભાષણો અને રાજકીય લાભ મેળવવાનું સાધન છે. હમણાં દિલ્હી
ખાતે પણ રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા દ્વારા મહિલા સુરક્ષાકર્મી ઉપર કરાયેલા હુમલા
અને અભદ્ર વર્તનનું શરમજનક કૃત્ય આખા દેશે જોયું છે.