SIR અને ચૂંટણી પંચની આઝાદીનું પૂરજોશથી સમર્થન કર્યું : પત્રમાં લખ્યું સવાલ ઉઠાવવા અધિકાર, આરોપ મુકનારાએ તેને સાબિત પણ કરવા જોઈએ
નવી
દિલ્હી, તા. 10 : દેશના 124 પૂર્વ આઈએએસ અને આઈએફએસ અધિકારીઓએ દેશના નાગરીકોને એક ખુલ્લો
પત્ર લખ્યો છે અને એસઆઈઆર પ્રક્રિયાનું સમર્થન કર્યું છે. આ અધિકારીઓએ ચુંટણી પંચ અને
મતદાર યાદીના એસઆઈઆરનો પુર જોશથી બચાવ કર્યો છે અને કોઈપણ નક્કર પુરાવા વિના મતદાનમાં
ગડબડના આરોપો ઉપર સવાલ ઉઠાવ્યો છે. પત્રમાં સંદેશ આપવામાં આવ્યો છે કે જે સિસ્ટમે તમને
ઘણી જગ્યાએ જીત અપાવી હોય ત્યારે પોતાની જાતને સવાલ કરવો જોઈએ કે શંકા સિસ્ટમ ઉપર છે
કે પરિણામ ઉપર. આ જ ચૂંટણી પંચના સમયમાં સત્તા પક્ષ ઘણા રાજ્ય ગુમાવી ચુક્યો છે અને
2024મા બહુમતિ પણ ગુમાવી છે. જીત મળે તો ઈમાનદાર અને હાર મળે તો ગડબડ તેવી સિસ્ટમ હોઇ
શકે નહી.
બુથ
કેપ્ચિરિંગ, બેલેટ બોક્સમાં ફર્જી મત અને ચૂંટણી હિંસાના દોરથી ભારતના બદલાવનો ઉલ્લેખ
કરતા અધિકારીઓએ કહ્યું હતું કે આજની ચૂંટણી વ્યવસ્થામાં અલગ અલગ સ્તરે તપાસ અને સુરક્ષા
ઉપાય છે. જેમ કે પોલિંગ એજન્ટ, ઈવીએમ સિલિંગ, સ્ટ્રોંગ રૂમની સુરક્ષા અને વીપેટ વેરિફિકેશન.
તેમણે બિહારની 2025ની વિધાનસભા ચૂંટણીનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે બીજી વખત મતદાનની
જરૂર પડી નથી અને 1951 બાદથી સૌથી વધુ મતદાન થયું હતું.
અધિકારીઓએ
પત્રમાં કહ્યું હતું કે કોઈ સિસ્ટમ એવી નથી હોતી કે જીત મળે તો ઈમાનદાર અને જો હારો
તો ગડબડ. આ જ ચુંટણી પંચ હેઠળ કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી ઘણા રાજ્યોમાં હારી છે અને
2024મા બહુમત પણ ગુમાવ્યો છે. ચૂંટણી પંચની આઝાદીનો બચાવ કરતા અધિકારીઓએ ઘણા સભ્યોના
માળખા અને સંસ્થાગત સુરક્ષા ઉપાયો ઉપર ભાર મુક્યો હતો. સાથે કહ્યું હતું કે સવાલ પુછવો
દરેકનો અધિકાર છે પણ આરોપ મુકનારાની જવાબદારી છે કે તેને સાબિત કરે. એસઆઈઆર ઉપર અધિકારીઓઁ
કહ્યું હતું કે, મતદાર યાદી સુધારવાની પ્રક્રિયા જરૂરી હતી. બિહારમાં 22 લાખ મૃત મતદાતા
અને સાત લાખ ડુપ્લીકેટ એન્ટ્રીની ઓળખ થઈ છે. 21.5 લાખ નવા મતદાર જોડવામાં આવ્યા છે.
સુધાર્યા વિના મતદાર યાદી મતદાતાની સુરક્ષા નથી કરતી. તે છેતરપિંડી કરનારાની મદદ કરે છે. વધુમાં સંદેશ
આપતા પત્રમાં કહેવામાં આવ્યું છે કે જે સિસ્ટમને અયોગ્ય ગણાવવામાં આવે છે તેણે જ જીત
અપાવી હોય તો પછી પોતાને સવાલ કરવો જોઈએ કે સિસ્ટમ ઉપર શંકા છે કે માત્ર પરિણામ ઉપર.
અધિકારીઓએ
દેશવાસીઓને સંબોધિત કરતા કહ્યું હતું કે, તેઓ જાણે છે કે ચૂંટણીમાં ગડબડ કેવી હોય છે.
તેઓએ એવા સમયે કામ કર્યું છે જ્યારે બુથમાં હથિયારો, બાહુબલીના માણસો, બેલેટ બોક્સની
ચોરી, મતદારોને ભગાડવા વગેરે વાતો સામાન્ય હતી. બૂથ કેપ્ચરિંગ એટલું સામાન્ય હતું કે
સંસદે 1989મા તેને ગુનો બનાવ્યો હતો. જ્યારે હિંસા બોલે છે ત્યારે લોકતંત્ર ચૂપ થાય
છે.