‘ઈન્ડિયા’ની સરકાર આવશે; કોંગ્રેસ નેતાનો દાવો : દેશને અસ્થિર કરવા પ્રયાસો : ભાજપ
નવી
દિલ્હી, તા. 10 : કોકરોચ જનતા પાર્ટી પ્રદર્શન પહેલાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ
મીડિયા પર પોસ્ટ કરીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર અને કેન્દ્ર સરકાર પર નિશાન
સાધ્યું હતું. તેમણે દાવો કર્યો કે જ્ઞાનેશકુમાર પોતાના પદ પરથી હટશે.
દેશમાં
ઇન્ડિયા જોડાણની સરકાર આવશે અને ત્યારબાદ લોકશાહીને ફરીથી મજબૂત કરવાનું કામ શરૂ કરાશે.
આ મુદ્દે રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધનના અન્ય સાંસદોએ શુક્રવારે રાષ્ટ્રપતિ સાથે
પણ મુલાકાત કરી હતી.
રાહુલ
ગાંધીના આ નિવેદન બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને રાહુલ ગાંધી, કોંગ્રેસ
અને ઇન્ડિયા ગઠબંધન પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે, કેટલાક લોકો ‘અર્બન
નક્સલ’ માનસિકતા સાથે દેશને અસ્થિર કરવાના પ્રયાસો કરી રહ્યા છે.
બીજેપી
આવી કોશિશોનો આકરો જવાબ આપશે અને આવી તાકાતોના ઈરાદાઓ ક્યારેય સફળ થવા દેવામાં આવશે
નહીં. ભાજપ વિકસિત ભારતનાં નિર્માણ અને વિકાસ પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
નીતિન
નબીને વિપક્ષી ગઠબંધન અને સીજેપી પર નિશાન સાધતાં જણાવ્યું કે, દેશની જનતાએ આ લોકોને
નકારી દીધા છે. જ્યારે લોકશાહીમાં હાર મળી ત્યારે તેમાંથી શીખવાને બદલે વિપક્ષે દેશને
અસ્થિર કરવાનો ઈરાદો બનાવી લીધો છે.
તેમણે
રાહુલ ગાંધી પર આક્ષેપ કર્યો કે, કેટલાક લોકો વિદેશી તાકાતોના સહારે રાજકારણ રમી રહ્યા
છે અને વિવિધ રાજ્યોમાં સતત મળી રહેલી ચૂંટણી હારના કારણે વિપક્ષમાં ભારે હતાશા જોવા
મળી રહી છે, જેને દેશની જનતા ક્યારેય સ્વીકારશે નહીં.