• શુક્રવાર, 13 જૂન, 2025

ધારી ગુંદાળી ગામે પ્રેમ લગ્નના મનદુ:ખમાં હુમલો : બે ગંભીર

મહિલા સહિત ત્રણ શખસે ધારીયા વડે કર્યો હુમલો : બાઈક સળગાવી નાખ્યું

જૂનાગઢ, તા.10: ભેસાણ તાલુકાના ધારીગુંદાળી ગામે પ્રેમલગ્નના મનદુ:ખમાં મહિલા સહિત ત્રણ શખસોએ ધારીયા વડે હુમલો કરી બે ને ગંભીર ઈજા પહેંચાડી બાઈક સળગાવી નુકસાન કર્યાની ફરિયાદ નોંધાઈ છે.

આ અંગેની વધુ વિગત પ્રમાણે નવી ધારીગુંદાળી ગામે રહેતા મહેશ મનુભાઈ રાઠોડએ રાજેશ છગન ચાવડાની બહેન સાથે પ્રેમલગ્ન કરવાના મનદુ:ખમાં રાજેશ ચાવડાએ ભાવશે મનુ સાથે ઝઘડો કરી, ધારીયા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. ભાવેશના કૌટુંબિક કાકા છોડાવવા વચ્ચે પડતા રાજેશએ પોતાની બાઈક બધા ભાઈ ઉપર ચડાવવા જતા તેઓ હટી જતા અન્ય ઉપર ચડાવી ગંભીર ઈજા પહોંચાડી હતી.

આ ઉપરાંત ભાવેશ રાઠોડની બાઈકને આગચાંપી નુકશાન કર્યુ હતું અને યુવકના માતા પિતાને ધમકીઓ આપી હતી. ભેસાણ પોલીસે

ભાવેશ મનુભાઈ રાઠોડની ફરિયાદના આધારે રાજેશ છગન ચાવડા, છગન નાનજી ચાવડા અને નિર્મળાબેન છગન સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક