• મંગળવાર, 26 મે, 2026

લગ્નની લાલચ આપી રોકડ-દાગીના પડાવવાના ગુનામાં આરોપી રાજકોટથી ઝડપાયો

ગોંડલ, તા. 25: ગોંડલ બી.િડવિઝન પોલીસે લગ્નની લાલચ આપી, ખોટા દસ્તાવેજો રજૂ કરી લાખો રૂપિયાની રોકડ અને સોનાના દાગીના પડાવી લેવાના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા બે વર્ષથી પોલીસને થાપ આપી રહેલા આરોપીને રાજકોટથી ઝડપી લીધો છે.

ગત તા. 12/03/2024ના ગોંડલ બી.િડવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરાપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો હતો. ગોંડલમાં રહેતા ફરિયાદી કિશોરભાઈ કરશનભાઈ મેસવાણીયાના પુત્ર જયેશના લગ્ન કૌશરબાનુ ઉર્ફે પૂજા અશરફભાઈ કાનમી નામની યુવતી સાથે કરાવવાની લાલચ આપવામાં આવી હતી. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી, ખોટા દસ્તાવેજો ઊભા કરી ફરિયાદી પાસેથી રોકડ રકમ અને સોનાના દાગીના પડાવી લીધા હતા. આ ગુનામાં સહ-આરોપી તરીકે અભિ સેલડીયાનું નામ ખૂલ્યું હતું. ગુનો દાખલ થયા બાદ આરોપી છેલ્લા 2 વર્ષથી નાસતો ફરતો હતો. પોલીસે ચોક્કસ બાતમીના આધારે આરોપી અભિષેક ઉર્ફે અભિ જયસુખભાઈ સેલડીયા (ઉં.31)ને રાજકોટના બાલાજી પાર્ક ફોર્ચ્યુન હોટલ પાછળનાં વિસ્તારમાંથી ઝડપી પાડયો છે. ઝડપાયેલો આરોપી સામે પોલીસ સ્ટેશનોમાં છેતરાપિંડી, વિશ્વાસઘાત અને બોગસ દસ્તાવેજો બનાવવાના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક