ધ્રાંગધ્રા તા.24 : ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ (કૃષ્ણનગર) ગામે આવેલા એનેસી સોલાર પ્લાન્ટમાંથી રાત્રીના સમયે અજાણ્યા તસ્કરો રૂા.2,18,5912ની કિંમતના 23 નંગ સોલાર પ્લેટોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
મોટી
માલવણ (કૃષ્ણનગર) ગામે આવેલા એનેસી સોલાર પ્લાન્ટમાં રાત્રીના સમયે બે-ત્રણ અજાણ્યા
શખસો સોલાર પ્લેટની ચોરી કરી રહ્યા હતા. આ અંગેની જાણ ત્યાં ફરજ પરના સીક્યુરીટી ગાર્ડને
થતા ગાર્ડ તુરત બનાવના સ્થળે પહોંચે તે પહેલા જ ત્રણેય અજાણ્યા શખસો પ્લાન્ટની બાજુમાં
આવેલા રણના જંગલ તરફ નાસી છુટયા હતા. સીક્યુરીટી ગાર્ડ દ્વારા આ વિસ્તારમાં ભારે શોધખોળ
હાથ ધરવામાં આવી હતી પરંતુ રાત્રીના અંધકારના કારણે ચોરોનો કોઈ પતો લાગ્યો ન હતો. અંતે
પ્લાન્ટમાં ગણતરી કરતા રૂા.2,18,592ની કિંમતની 23 નંગ સોલાર પ્લેટો ચોરાય હોવાનું માલુમ
પડયું હતું. આ અંગે અજાણ્યા શખસો વિરૂદ્ધ પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા
પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.