• સોમવાર, 25 મે, 2026

અમેરિકામાં 15 હજાર ભારતીય કર્મીઓની છટણી થતાં સંકટ

ટ્રમ્પની નવી નીતિઓ બાદ નવી નોકરી નહીં મળતાં ટેક કર્મીઓની પરેશાની વધી

વોશિગ્ટન, તા. 24 : અમેરિકામાં 15 હજાર ભારતીય ટેક કર્મીઓની છટણી કરાતાં મોટું સંકટ સર્જાયું છે. હવે એ તમામ પર ડિપોર્ટેશનનું જોખમ ઊભું થયું છે. આ તમામ ભારતીય એચ વન-બી વિઝા પર આવ્યા હતા.

નિયમો મુજબ કર્મીઓએ સાઈઠ દિવસમાં નવી નોકરી શોધવી પડશે.  આ સમયગાળામાં નવા પ્રાયોજક કે નોકરીદાતા ન મળે તો અમેરિકા છોડવું પડશે.

મેટા, એમેઝોન અને ઓરેકલ જેવી મોટી ટેક કંપનીઓએ લગભગ 50 હજાર કર્મીની છટણી કરી હતી, જેમાં 15 હજાર ભારતીયો છે. પહેલાં નોકરી જાય તો જલ્દી નવી તક મળતી હતી, પરંતુ હવે કંપનીઓ વિઝા સ્પોન્સર કરવાથી બચી રહી છે. ટ્રમ્પની નવી નીતિઓનાં કારણે વિઝા કવોટા પણ ઓછો છે. હવે નવી નોકરી તરત ન મળી શકવાની વિકટ સ્થિતિએ ભારતીય કર્મીઓની પરેશાની વધારી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલ ભોજરાજપરામાં બંધ મકાનમાંથી યાર્ડના કમિશન એજન્ટની કોહવાયેલી લાશ મળી May 25, Mon, 2026