લખનઉ તા.24: નેશનલ સીનયર એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં પંજાબના દોડવીર ગુરવિંદર સિંઘે 100 મીટર દોડમાં નવો રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યો છે. તેણે 100 મીટર રેસ 10.09 સેકન્ડમાં પૂરી કરી હતી અને ભારતનો સૌથી ઝડપી માનવી બન્યો હતો. રેસ જીત્યા પછી ગુરવિંદરે પણ આઇપીએલના ક્રિકેટરની જેમ ખીસ્સામાંથી પર્ચી કાઢી હતી. જેમાં લખ્યું હતું કાર્ય હજુ સમાપ્ત થયું નથી. 2પ વર્ષીય ગુરવિંદર સિંઘે તેના નજીકના હરીફ ઓરિસ્સાના અનિમેષ કુજૂરને પાછળ રાખીને ગોલ્ડ મેડલ કબજે કર્યોં હતો. બન્ને વચ્ચે બે ફૂટનું અંતર હતું. આ પહેલા ગુરવિંદરે જ કોમનવેલ્થ કવોલીફાય સ્પર્ધામાં 10.16 સેકન્ડમાં 100 મીટર રેસ પૂરી કરી હતી. હવે તેમાં સુધારો કરી 10.09 સેકન્ડનો સમય લીધો છે. પુરુષનો 100 મીટર દોડનો વિશ્વ વિક્રમ જમૈકાના મહાન એથ્લેટ ઉસેન બોલ્ટના નામે છે. તેણે 2009માં વર્લ્ડ એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં 9.પ8 સેકન્ડમાં રેસ પૂરી કરી ઈતિહાસ રચ્યો હતો.