મુંબઈ, તા.2પ: પોઇન્ટ ટેબલ પર ચોથા સ્થાને રહી પ્લેઓફ રાઉન્ડમાં પહોંચ્યા બાદ રાજસ્થાન રોયલ્સના યુવા કપ્તાન રિયાન પરાગે ખુલાસો કર્યો કે તે પૂરી રીતે ફિટ ન હતો. આમ છતાં મુંબઈ સામેના આખરી લીગ મેચમાં ઉતર્યોં હતો. મેચ અગાઉ મેં ઇલેવનનો હિસ્સો નહીં બનવાનું મન બનાવી લીધું હતું, પણ અંતે મેદાનમાં ઉતર્યો. નિર્ણાયક મેચમાં પરાગ 8 દડામાં 14 રન જ કરી શકયો હતો. જો કે તેની ટીમ 20પ રન સુધી પહોંચી હતી અને 30 રને જીત મેળવી હતી. મેચ બાદ રિયાન પરાગે કહ્યું હું થોડો અનફિટ છું, પણ હૈદરાબાદ સામેના એલિમિનેટર મેચ માટે મેદાનમાં ઉતરીશ. અમે ઉપરાઉપરી ત્રણ મેચ હાર્યાં હતા. આ પછી સતત બે મેચ જીતી કવોલીફાય થયા છીએ. અસલમાં અમારે પહેલાથી જ સીટ બૂક કરી લેવાની જરૂર હતી. ખેલાડીઓ ભુલોમાંથી જ શિખશે. તેમ રાજસ્થાનના કપ્તાન રિયાન પરાગે કહ્યું હતું.